error: This Content is protected !!

આટકૉટમા મોટર બંધ કરવા જતા વીજ કરંટ થી કિશોરનું મોત અનૅ શિવરાજપુરમા વાયર અડી જતા વિજ ઝટકા થી યુવતી નું મોત પરિવારો શૉકાતુર

જસદણ તાલુકાના આટકોટ ગામે પાણીની મોટર બંધ કરવા જતા કિશોરનું વીજકંરંટથી મોત થયું હતું જ્યારે શિવરાજપુર ગામમાં જીવતા વીજ વાયરના સંપર્કમાં આવતા યુવતીનું મૃત્યુ થયું હતું પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના આટકોટ રહેતો 12 વર્ષીય રવિ અરવિંદભાઈ ગોરસીયા ઘરે પાણીની ઈલેક્ટ્રિક મોટર બંધ કરવા ગયો હતો. તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતાં કિશોર ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું જ્યારે વીજ કરંટની બીજી ઘટના શિવરાજપુર ગામે બની હતી. જ્યાં ગીતાબેન વિશાલભાઈ સરિયા નામની મહિલા અસ્માતે ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવી જતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ બંને બનાવોની જાણ થતાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સિવિલ ખસેડાયા હતા આ બંને ઘટનાથી પરિવારોમાં ભારે શોક છવાઈ ગયો હતો