error: This Content is protected !!

સરધારમાં વાડીયૅ જતા ખૅતમજુરનુ પાંચ સવારી બાઈક દિવાલ સાથે અથડાતા ચાર બાળકો ઇજાગ્રસ્ત સારવારમાં ખસેડ્યા

પાંચ બાળકોને બાઇકમાં બેસાડી એક બાળકીને સ્કૂલમાં મુકી પરત ફરતા યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

 

 સરધારમાં ખેત મજૂરી અર્થે આવેલો યુવાન પાંચ બાળકોને બાઈકમાં બેસાડી એક બાળકીને સ્કૂલે મુકવા ગયો હતો. જયાથી પરત ફરતી વખતે યુવાને ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવતા પાંચ સવારી બાઇક દિવાલ સાથે અથડાયું હતું જેમાં ચાર બાળકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતા 

આ બનાવ અંગે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ સરધારમાં છેલ્લા ૧૦ વર્ષથી ખેતી કામ કરતા સુનિલ સોલંકી નામનો યુવાન રાજ રીતેશભાઇ ભીલ ઉ.વ.૨, બકુલ રીતેશભાઈ ભીલ ઉ.વ.૬, રમુ છગનભાઈ ભીલ ઉ.વ.૯, રાજવીર સુનિલભાઈ સોલંકી ઉ.વ.૫, અને રોનુબેન ઉ.વ.૮,ને બાઈકમાં બેસાડી સરધાર ગામે આવેલી સ્કૂલમાં રોનુબેનને મુકવા ગયો હતો. રોનુબેનને સ્કૂલે ઉતારી સુનિલ સોલંકી અન્ય ચાર બાળકોને બાઈકમાં બેસાડી વાડીએ પરત ફરતો હતો. ત્યારે ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક દિવાલ સાથે અથડાયુ હતું. જે અકસ્માતમાં ઘવાયેલા રાજ રીતેશભાઈ ભીલ ઉ.વ.૨, બકુલ રીતેશભાઈ ભીલ ઉ.વ.૬, રમું છગનભાઈ ભીલ ઉ.વ.૯ અનેરાજવીર સુનિલભાઈ સોલંકી ઉ.વ.૫, સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.