error: This Content is protected !!

રાજકોટ ભાવનગર હાઈવે આર.કે યુનિવર્સિટી થી આટકોટ સુધીના 45 કિ.મી ના બિસ્માર રસ્તા નું રૂ, 193 કરોડના ખર્ચે રિકાર્પેટિંગ થશૅ

ત્રંબા સરધાર આટકોટ સુધીના ખખડધજ રોડના રીકાર્પેટીંગ માટે સ્ટેટ માર્ગ અને મકાન વિભાગની મંજૂરી મળ્યા બાદ 11 માસમાં કામ પૂર્ણ થશે

 

રાજકોટ ભાવનગર હાઈવે ત્રંબા સરધાર આટકોટ સુધીનૉ 45 કીલૉમીટરનૉ રૉડ મોટા ખાડા ખબડાવથી અતી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે તેમજ ખાડાઑનૅ કરણૅ અકસ્માતો નૉ ભય રહે છે જેથી સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાને રૂપિયા 193 કરોડના ખર્ચે રી કાર્પેટિંગ કરવામાં આવશે જે કામ દિવાળી પછી શરૂ થશે અને 11 મહિનામાં પૂર્ણ કરવામાં આવશૅ હાલ આ હાઇવે અત્યંત બિસ્માર અને ખાડાવાળો હોવાથી વારંવાર ગંભીર અકસ્માતો સર્જાય છે. સિક્સલેનની પ્રક્રિયા લાંબી ચાલે તેમ હોવાથી, વાહનચાલકોની તાત્કાલિક રાહત માટે આર.કે. યુનિવર્સિટીથી આટકોટ સુધીના 45 કિમીના રસ્તા પર ₹193 કરોડના ખર્ચે રિકાર્પેટિંગ કરવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ એજન્સી દિવાળી પછી કામગીરી શરૂ કરશે, જે 11 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ અંગે સ્ટેટ માર્ગ અને મકાન વિભાગમાંથી મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. સંભવત આ મંજૂરી અઠવાડિયામાં મળી જશે તેમ જાણવા મળે છે