શ્રાવણમાં નંદીનું મૌન આપે છે જીવનનો મંત્ર ધીરજ અને એકાગ્રતા દ્વારા નંદી શિખવે છે લક્ષ્ય પર ટકી રહેવાની કળા
મૌન નો અર્થ માત્ર ચુપ રહૅવું નથી નંદી નું મૌન એ માત્ર શબ્દનો ત્યાગ નથી અંદરના અવાજને અને અશાંતિને શાંત કરવાનું પ્રતીક છે
શ્રાવણ મહિનામાં શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. ભક્તો ભગવાન શિવનો અભિષેક કરીને મનોવાંછિત ફળની કામના કરી રહ્યા છે. આચાર્ય ઋષિરાજ તિવારીના જણાવ્યા અનુસાર, શિવાલયમાં પૂજા કરવાની સાથે સાથે ત્યાંની પરંપરાઓ અને વ્યવસ્થાઓને સમજવી પણ જરૂરી છે. શિવ મંદિરમાં પ્રવેશતાં જ સૌથી પહેલાં નંદી જોવા મળે છે. શાંત, સ્થિર અને એકધ્યાન થઈને શિવલિંગ તરફ જોતા હોય છે. ભક્તો આવે છે અને જાય છે, ઘંટડીઓ વાગે છે, મંત્રોચ્ચાર થાય છે, પરંતુ નંદી પોતાના સ્થાન પરથી ખસતા નથી. તેમનું આ મૌન જીવનને સંદેશ આપે છે કે ધીરજ રાખો, સાંભળતા શીખો અને લક્ષ્ય પરથી નજર ન હટાવો. આચાર્ય ચંદ્રમા મિશ્ર કહે છે કે શ્રાવણમાં શિવ મંદિર જનાર કદાચ જ કોઈ એવો ભક્ત હશે, જે નંદીના દર્શન કરીને શિવલિંગ સુધી ન પહોંચતો હોય. પરંપરામાં નંદીને ભગવાન શિવનું વાહન, ગણોના પ્રમુખ અને તેમના પરમ ભક્ત તરીકે યાદ કરવામાં આવે છે. શિવજીની સામે તેમની સ્થિર મુદ્રા ભક્તને શીખવે છે કે સાચી ભક્તિમાં ઉતાવળ નથી હોતી.
આજે મનુષ્ય દરેક વસ્તુનું પરિણામ તરત જ ઈચ્છે છે. મેસેજનો જવાબ થોડી જ મિનિટોમાં જોઈએ છે, સફળતા જલ્દી જોઈએ છે અને મહેનતનું ફળ પણ તરત જ જોઈએ છે. આવા સમયમાં નંદીનું મૌન આપણને સ્થિર થવાની કળા શીખવે છે. નંદી શિવજીને માત્ર જોતાં જ નથી, પરંતુ એકાગ્ર થઈને જુએ છે મૌનનો અર્થ માત્ર ચૂપ રહેવું નથી નંદીનું મૌને માત્ર શબ્દોનો ત્યાગ નથી પરંતુ અંદરના અવાજ અને અશાંતિને શાંત કરવાનું પ્રતિક છે. સોશિયલ મીડિયામાં સતત આવતી માહિતીઓ અને જીવનની ભાગદોડ વચ્ચે થોડો સમય મૌન પણ સાધવું જોઈએ. આચાર્યોના જણાવ્યા અનુસાર, નંદીનું મૌન એ પણ શીખવે છે કે ગુરૂ સમક્ષ અહંકાર નહીં, પરંતુ શીખવાની ભાવના રાખવી જોઈએ. આ શ્રાવણમાં જળ અર્પણ કરતી વખતે નંદી પાસેથી ધીરજ અને એકાગ્રતાનો સંકલ્પ લો હર હર મહાદેવ