શીતળા સાતમના મેળામાં ગઠીયા એ હાથ અજમાવ્યો બાળકના ગળામાંથી સોનાનુ ઓમકાર તફડાવી કળા બાઝ સમડી છુ મંતર
જસદણ આટકોટ નજીકના ચિતલીયા ગામ પાસે ચિતલીયા ડુંગર ઉપર શીતળા માતાના મંદિરે યોજાયેલા પરંપરાગત મેળામાં ગઠીયૉ કળા કરી ગયો હતો એક બાળકના ગળામાંથી 30000 ની કિંમતનું ઓમકાર તફડાવી કળા બાઝ સમડી છું મંતર થઇ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી જસદણ થી શીતળા માતાનૉ લોકમેળા મહાલવા આવેલા પરિવાર ના બાળકના ગળામાંથી સોનાના ઓમકારની તફડંચી થઇ હોવાનો ખ્યાલ આવતાં પોલીસમાં જાણ કરાઈ હતી જસદણ આટકોટ નજીકના ચિતલીયા ગામે શીતળા ડુંગર ઉપર શીતળા સાતમનો મેળો જામ્યો હતો ત્યાં ગઠિયા પોતાનો હાથ અજમાવવા પહોંચી ગયા હતા અને નાના બાળકોને તેમણે ટાર્ગેટ કર્યા હતા. મેળામાં આવેલા રવિન્દ્રભાઈએ પોલીસને આ અંગે જાણ કરી હતી અને જણાવ્યું હતું કે જસદણથી અમે ચીતલીયા શીતળા સાતમનો મેળો માણવા પહોંચ્યા હતા અને પરિવાર મેળાની મોજમાં મશગૂલ હતા ત્યારે મારા પુત્ર અથર્વના ગળામાં સોનાનો ઓમકાર હતો કે જેની કિંમત 30,000 થવા જાય છે તે કોઈ અજાણ્યો શખ્સ સરકાવી ગયો હતો પોલીસે કળા બાઝ સમડી નૅ ઝડપી પાડવા આગળની કાર્યવાહી શરૂ કરી છે.