error: This Content is protected !!

જસદણના રામેશ્વર મંદિર ખાતે કાલે સોમવારે તુલસી માતા સગાઈ પ્રસંગ યોજાશે ભાડલા થી ઠાકોરજી પધારશે

સગાઈ મુહૂર્ત સવારે 9:00 કલાકે ભોજન પ્રસાદ બપોરે 11:30 કલાકે આ પાવન પ્રસંગ સર્વ ભક્તજનોએ પધારવા રામેશ્વર મંડળ દ્વારા અનુરોધ 

 

જસદણ શહેરના ગોપલાણા રોડ ઉપર આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે તુલસી માતા ની સગાઈ પ્રસંગે ધાર્મિક પ્રસંગ હોય તાલુકાના

ભાડલા ગામથી ઠાકોરજી પધારવાના ત્યારે સૌ કોઈ ધર્મ પ્રેમી જનતાએ આ ધાર્મિક કાર્યમાં ઠાકોરજી અને તુલસી માતા ના દર્શન નો લાભ લેવા પધારવા મંદિરના સેવક ભરતભાઈ છાયાણીએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે આવતીકાલે તારીખ

24/08/2026, સોમવાર સગાઈ મુહૂર્ત સવારે 9:00 કલાકે રાખેલ છે ભોજન પ્રસાદ બપોરે 11:30 કલાકે યોજવામાં આવશે

સ્થળ ગોખલાણા રોડ રામેશ્વર મંદિર, જસદણ જૅથી આ પાવન પ્રસંગે સર્વ ભક્તજનોને સહપરિવાર ઉપસ્થિત રહી

પ્રસંગની શોભા વધારવા 

રામેશ્વર યુવક મંડળ, જસદણ તથા રામેશ્વર મહિલા મંડળ, જસદણ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે