error: This Content is protected !!

વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે ટ્રેક્ટર વિતરણ કેમ્પ યોજાયૉ કૃષિ સાધન સહાય ખરીદી એ ખેડૂતોના ઉત્કર્ષ માટે નો અભિગમ મંત્રી બાવળીયા

લોકોના આરોગ્ય માટે જોખમકારક રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન ખેડૂતોને રૂ.૫૨ કરોડથી સહાય મળી 

 

 વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે ટ્રેક્ટર વિતરણ કેમ્પ યોજાયો હતો. 

આ કેમ્પમાં સબસિડી મેળવતા ખેડૂતોને અભિનંદન પાઠવતા કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, કૃષિ સાધન સહાય સબસિડી અને ટેકાના ભાવે ખરીદી, કુદરતી આફતો સમયે રાહત પેકેજ આપીને સરકાર ખેડૂતોના હિત માટે કામ કરી રહી છે. 

મંત્રી એ ખેડૂતોને આપવામાં આવતી સહાય અંગે વિગતે માહિતી આપતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૬માં વિછીયા તાલુકાના ખેડૂતોને ટ્રેક્ટર સંચાલિત સાધનો, ગોડાઉન, તાર ફેન્સિંગ, કૃષિ રાહત પેકેજ, પોસ્ટ હાર્વેસ્ટ સાધન, સ્માર્ટફોન સહિત વિવિધ યોજનામાં રૂ. ૫૨ કરોડથી વધુની કૃષિલક્ષી સહાય આપવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષે ટ્રેક્ટર સંચાલિત સાધન સહાય સહિત વિવિધ સહાયમાં ૬.૫૪ કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને અપાઈ ચૂકી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.કુદરતી આફતોમાં રાહત પેકેજ અને નબળું વર્ષ જાય ત્યારે પણ ટેકાના ભાવે મગફળી સહિતની જણસીની ખરીદી કરીને રાજ્ય સરકાર ખેડૂતોને નુકસાનીથી બચાવે છે એમ ખેડૂતોને હૈયા ધારણા આપતા મંત્રીએ જણાવ્યું હતું.રાસાયણિક ખેતીના કારણે લોકોના આરોગ્યને થઈ રહેલી નુકસાનીથી બચાવવા માટે રાજ્યપાલ આચાર્ય દેવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે, વિંછીયા-જસદણ તાલુકાના ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવું આહવાન કર્યું હતું.વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં આજરોજ ૧૩૫ ટ્રેક્ટર ધારકોના ટ્રેક્ટરનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમને પ્રતિ ટ્રેક્ટર દીઠ રૂ. એક લાખ લેખે કુલ રૂ ૧૩૫ લાખની સબસીડી ચૂકવવામાં આવશે.ટ્રેક્ટર વિતરણ ચકાસણી કેમ્પ પ્રસંગે મદદનીશ ખેતી નિયામક પી.પી. માલવીયા તાલુકા પંચાયત પ્રમુખ, એ.પી.એમ.સી. ના ચેરમેન મનસુખભાઈ, તાલુકા વિકાસ અધિકારી બી. જે. દવે, જિલ્લા પંચાયત સદસ્ સવિતાબેન સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા