error: This Content is protected !!

જસદણ જૅતપુર વિંછીયા ધોરાજી કોટડા ગોંડલ સહિત જિલ્લામાં નિયમભંગ બદલ ૪૪૦ શાહુકારોને નોટિસ ૨૯ના લાયસન્સ રદ એક સામૅ કોર્ટ કેસ થી ફફડાટ ફેલાયો

રજીસ્ટ્રાર દ્વારા કાર્યવાહી લૉન નાણાકીય હિસાબ ઑડીટ રજુ નહીં કરનાર શાહુકારૉને ૧૫ દિવસમાં ખુલાસો કરવા તાકિદ ધીરધાર ધંધાકીય મંડળીઓમાં ફફડાટી 

 

 

 

રાજકોટ જસદણ જેતપુર કોટડા સાંગાણી વિછીયા ગોંડલ જામકંડોણા પડધરી ધોરાજી સહિત જિલ્લામાં ગુજરાત નાણાં ધીરધાર કરનારા અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ હેઠળ નોંધાયેલા શાહુકારો દ્વારા નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને સામાન્ય નાગરિકોનું શોષણ અટકે તે હેતુથી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રાર ડૉ. બિમલકુમાર એન. પટેલના માર્ગદર્શન હેઠળ સહકારી અધિકારી (ધીરધાર) વી. વી. જાડેજા તથા ટીમ દ્વારા હાથ ધરાયેલ તપાસ દરમિયાન ગંભીર ગેરરીતિઓ સામે આવતા કુલ ૪૪૦ શાહુકારોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે તેમજ નિયમભંગ બદલ ૨૯ શાહુકારોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે સમગ્ર રાજકોટ જિલ્લામાં હાલ કુલ ૫૩૮ ધિરધારના લાયસન્સ કાર્યરત છે જે પૈકી ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૬૮ જેટલા શાહુકારોની પ્રત્યક્ષ ચકાસણી કરવામાં આવી છે અને ૧

શાહુકાર સામે કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લામાં તાલુકાવાર લાયસન્સધારકોની સ્થિતિ જોઈએ તો સૌથી વધુ રાજકોટ તાલુકામાં ૪૦૯ લાયસન્સધારકો છે. આ ઉપરાંત ઉપલેટામાં પર, જેતપુરમાં ૩૦, ગોંડલમાં ૨૧, જામકંડોરણામાં ૮, ધોરાજીમાં ૭, જસદણમાં ૬, કોટડાસાંગાણીમાં ૩, લોધિકામાં ૨, પડધરીમાં ૨ તેમજ વિંછીયા તાલુકામાં ૧ શાહુકાર નોંધાયેલા છે.

જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વધુમાં સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે, જે શાહુકારોના ધંધાનું ટર્નઓવર શૂન્ય (NII) હોય તેમણે પણ નિયત સમયમર્યાદામાં નીલ પત્રક કચેરીમાં અચૂક રજૂ કરવાનું રહેશે. સરકારી ધારાધોરણો અને નિયત વ્યાજદર કરતા વધુ વ્યાજ વસૂલતા કે ગેરકાયદે ધિરાણની પ્રવૃત્તિ આચરતા તત્વો સામે સામાન્ય જનતાના હિતમાં આગામી દિવસોમાં પણ કડક ઝુંબેશ ચાલુ રહેશે.