જસદણ વિંછીયા પંથકમાં વરસાદ ખેંચાતા નદી ચેક ડેમો ખાલી ખમ જળસંકટ નિવારવા આલણ સાગર સહિત ડેમોમાં સૌનીનું પાણી ઠલવાયુ
પંથકના સરતાનપર આંકડિયા દેવધરી સનાળા બાખલવડના આલણ સાગર ડેમ સહિત જળાશયોમાં સૌની યોજના નું પાણી છોડવામાં આવ્યું
જસદણ વિંછીયા પંથકમાં વરસાદ ખેંચાતા જળસંકટ ઉભું થયું છે વિવિધ ડેમો નદીઓ ચેક ડેમો ના તળીયા દેખાવા લાગ્યા છે મોટાભાગના જળાશયો ખાલીખમ ભાસતાં હોઇ, સિંચાઇ માટે પાણી આપવાની વાત તો દુર, પીવા માટે પણ ગંભીર સ્થિતિ સર્જાઈ છે ત્યારે જસદણ વીંછીયા ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાણીનું સંકટ નિવારવા લોકોને પીવા માટે પાણી પુરતું મળી રહે તે માટે જસદણ, વીંછિયાના જળાશયો સરતાનપર, આંકડિયા, દેવધરી, સનાળા વગેરે ડેમને સૌનીના પાણીથી ભરવાનું શરૂ કરાયું છે.
જસદણ શહેર નૅ પીવાનું તથા સાત ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતા અતિ મહત્વના બાખલવડના આલણસાગર ડેમમાં પણ જળજથ્થો ઓછો થઈ જતા તેમાં પીવા માટે જરૂરી એટલું 30 ટકા પાણી સૈાની યૉજના નર્મદાના નીર ઠાલવી દેવામાં આવ્યા છે. સિંચાઈના સુત્રોમાંથી મળતી વિગત અનુસાર આ જળ જથ્થો હવે પીવા માટે જ રખાશે જૅથી શહેરીજનોને પીવાના પાણી માટે કોઈ મુશ્કેલી નહીં સર્જાય