error: This Content is protected !!

જસદણના વાજસુરપરામાં ગુંજ્યો હિન્દુ એકતાનો જયઘોષ કનૈયા ગ્રુપ તથા વિહિપ બજરંગ દળ દ્વારા મહા આરતી સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

જસદણ શહેરના વાજસુરપરા ખાતે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ જય શ્રી કૃષ્ણના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું કૃષ્ણ જન્મોત્સવના આ પાવન પ્રસંગે કનૈયા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસંગના અંતે વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ડૉ મહેશભાઈ તાવિયા અને બજરંગ દળની ટીમ દ્વારા આયોજક કનૈયા ગ્રુપના પ્રમુખ મુકેશભાઈ ભેસજળિયાને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ટીમ દ્વારા વાજસુરપરા સ્થિત ઠાકર મંદિર ખાતે જઈ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.