error: This Content is protected !!

રાજકોટ ઘેલા સોમનાથ સહિત ૬ જિલ્લામાં વૉકલ ફૉર લૉકલ ને પ્રોત્સાહન સખી મંડળો માટે સ્ટોલ શરૂ ઘેલા સોમનાથમાં 15 સ્ટોલ ઉપલબ્ધ

195 સખી મંડળની બહેનોના ઉત્પાદનોના સીધા વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા મેળાઓમાં સ્ટોલની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી 

 

 

 

શ્રાવણ માસ એટલે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઊર્જાથી સભર પવિત્ર માસ. દેવાધિદેવ મહાદેવની આરાધના સાથે સમગ્ર વાતાવરણ જાણે શિવમય બની જાય છે. ‘ૐ નમઃ શિવાય’ના નાદથી શિવાલયો ગુંજી ઊઠે છે, ત્યારે જ્યોતિર્લિંગો, શક્તિપીઠો, કૃષ્ણ મંદિરો, તીર્થધામો સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ સર્જાય છે શ્રાવણના આ પાવન દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન, પૂજન અને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ માટે તીર્થધામો તરફ પ્રયાણ કરે છે. આ સાથે રાજ્યભરમાં યોજાતા પરંપરાગત શ્રાવણી મેળાઓ લોકઆસ્થા, સંસ્કૃતિ અને ભક્તિના રંગોને વધુ જીવંત બનાવે છે.

 રાજ્ય સરકાર દ્વારા આયોજિત મેળામાં "શ્રાવણ ઉત્સવ"ના ભાગરૂપે ઘેલા સોમનાથ રાજકોટ સહિત રાજ્યના ૬ જિલ્લામાં તા. ૨૬/૦૮/૨૦૨૬ થી ૭/૯/૨૦૨૬ દરમિયાન સખીમંડળની બહેનોને તેમના ઉત્પાદનોના સીધા વેચાણ માટે ખાસ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમ્યાન વિવિધ મેળાઓ અને ધાર્મિક આયોજનોમાં સખીમંડળની બહેનો તેમના ઉત્પાદનો વધુ લોકો સુધી પહોંચાડી શકે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 

રાજકોટ અને ઘેલા સોમનાથમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઘેલા સોમનાથ ખાતે આવતીકાલથી પાંચ દિવસ માટે મેળો ચાલશે. જ્યારે રાજકોટમાં તા. ૦૨ થી ૦૬ સપ્ટેમ્બર રેસકોર્સ ખાતે મેળો યોજાવા જઈ રહ્યો છે.

રાજકોટ ખાતે આયોજિત મેળામાં સખી મંડળોની બહેનોને ૪૦ સ્ટોલ તેમજ ઘેલા સોમનાથ ખાતે ૧૫ સ્ટોલ ફાળવવામાં આવશે. ઉપરાંત પોરબંદરના મેળામાં ૬૫ સ્ટોલ, ગીર સોમનાથમાં ૨૦ સ્ટોલ, દેવભૂમિ દ્વારકામાં ૨૦ સ્ટોલ ફાળવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર ખાતે નિષ્કલંક મહાદેવના મેળામાં ૨૦ સ્ટોલ તેમજ નર્મદા જિલ્લામાં નીલકંઠધામ, પોઈચા ખાતે પણ ૧૫ સ્ટોલ ફાળવવામાં આવશે