જસદણ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપનૅ કોંગ્રેસ અપક્ષ નો સાથ વિકાસના કામોનો ધમધમાટ તમામ 15 એજન્ડા સર્વાનુમતે મંજુર
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રમુખ જીતેન્દ્ર છાયાણીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ પક્ષ વિપક્ષના સહયોગથી વિકાસને વેગ
જસદણ નગરપાલિકા મીટીંગ હોલ ખાતે પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને લક્ષમાં રાખીને રજૂ કરવામાં આવેલા તમામ 15 એજન્ડાઓને સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી આ સામાન્ય સભાની ખાસ વિશેષતા એ રહી હતી કે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના તમામ સદસ્યોએ જનહિતના કામો માટે એકસૂત્રતા દાખવી હતી. રજૂ કરવામાં આવેલા 15 મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ, શહેરના પ્રશ્નોના નિરાકરણ અને વિકાસલક્ષી આયોજનોને મંજૂરી આપવામાં આવી હતી આ બેઠકમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ નગરપાલિકાના વહીવટ અને વિકાસ કાર્યો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે નગરપાલિકાના વિવિધ સમિતિના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં પી.વી. ભાયાણી(ચેરમેન, આયોજન સમિતિ), કાજલબેન પ્રવીણભાઈ ઘોડકીયા(ચેરમેન, કારોબારી સમિતિ), બીજલભાઈ ભેંસજાળીયા સિનિયર (સદસ્ય) તથા અન્ય ચુંટાયેલા સભ્યો અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સભાના અંતે પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીએ જણાવ્યું હતું કે, તમામ સદસ્યોના સહકારથી આજે જસદણના વિકાસ માટેના મહત્વના કામોને મંજૂરી મળી છે, જે આગામી સમયમાં શહેરની સુખાકારીમાં વધારો કરશે.