error: This Content is protected !!

કાલે બળેવ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ઉજવાશે રક્ષાબંધન પર્વ ભુદેવો જનોઈ બદલશે સાગર ખેડુઓ દરિયામાં નાળિયેર પધરાવી પૂજન કરશે

કાલે રાખડી બાંધવા આખો દિવસ શુભ મુહૂર્ત બધી જ બહેનો પોતાના ભાઈનાં કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષાની કામના કરશે 

 

 

રાખડી એ માત્ર સુતરનો તાતણો નથી એતો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું સ્વયંની મહત્તા દર્શાવતું પવિત્ર વિશુધ્ધ પ્રેમનું બંધન છે

 

 

 આવતીકાલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાઈ-બહેનના વિશુધ્ધ પ્રેમનું અસ્થલિત વહેતું ઝરણું સમાન પર્વ રક્ષા બંધન છે. તેનું બીજુ નામ બળેવ છે. કાલે બહેન ભાઈને તિલક કરીને રાખડી બાંધશે અને મીઠાઈ ખવડાવશે. મહારાષ્ટ્રમાં તો વિધિપૂર્વક રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે આવતીકાલે બ્રાહ્મણો જનોઈ બદલશે માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે તેથી તેને નાળિયેર પુનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મોના લોકો આનંદથી ઉજવે છે ભાઈના જીવનમાં, ભાઈના જીવનના વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક એટલે રક્ષાબંધન પર્વ. હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે. બહેન જયારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ ઉપર ચાંદલો કરે છે. રાખડીએ માત્ર સુતરના તંતુ નથી. એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે ભાઈના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઈચ્છે છે એટલું જ નહિ પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાના ભાઈ અંત:કરણના શત્રુઓ- કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્-મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી અપેક્ષા પણ સેવે છે. રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઈ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિ:સ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામુલુ પવિત્ર પ્રતિક છે. બહેનની આ શુભેચ્છા ભાઈના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે સમાજમાં સ્નેહ, પ્રેમ અને જવાબદારીઓની ભાવનાને પ્રોત્સાહન આપતું પર્વ રક્ષાબંધન આ તહેવાર સમાધાનનો પણ તહેવાર છે જે મતભેદો, અહંકાર અને કોઇપણ પ્રકારની કડવાશને બાજુ પર રાખવાની તક આપે છે ભવિષ્ય પુરાણ અનુસાર, શ્રાવણ પૂર્ણિમા (28 ઓગસ્ટ)ના રક્ષાબંધન ઉજવવાની પરંપરા રાજા બલિની ઉદારતાની વાર્તા સાથે પણ જોડાયેલી છે. તેમણે ભગવાન વિષ્ણુને પોતાનું શરીર અર્પણ કર્યું અને તેમના દ્વાર પર હાજર થવાનું વરદાન પ્રાપ્ત કર્યું. આ વરદાન આપ્યા પછી, વિષ્ણુએ તેમના દ્વારપાલની ભૂમિકા ભજવી. આનાથી વ્યથિત થઈને, લક્ષ્મીએ નારદની સલાહ પર, રાજા બલીને રક્ષાસૂત્ર બાંધ્યું અને વિષ્ણુને મુક્ત કર્યા. આ પરંપરા ત્યારથી શરૂ થઈ.

વિષ્ણુ પુરાણ અનુસાર, શચીએ ઇન્દ્રની આસપાસ એક રક્ષણાત્મક દોરો પણ બાંધ્યો હતો. આ દોરો ફક્ત ભાઈ અને બહેન વચ્ચે જ નહીં, પરંતુ ગુરુ અને શિષ્ય, રાજા અને તેની પ્રજા અને અન્ય કોઈપણ વ્યક્તિ વચ્ચે પણ તેમના આત્મસન્માનનું રક્ષણ કરવા અને શુદ્ધ પ્રેમ પ્રદાન કરવા માટે બાંધવામાં આવે છે. શાસ્ત્રોમાં રક્ષાસૂત્ર બાંધવાનો એક આશાસ્પદ શ્લોક પણ છે. તેમાં લખ્યું છે: ’અને બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબધ્ધતામિ રક્ષે મા ચલ મા ચલ: આ મંત્રની સાથે રાખડી બાંધવાનું આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.