error: This Content is protected !!

જસદણ પંથકમાં વહેલી પરોઢૅ મૅઘરવૉ આવતા વાહન ચાલકો અકળાયા સામસામે નજીક વાહનો ન દેખાતા લાઈટો ચાલુ રાખવી પડી

જાકળ ઑશ વલ મેઘરવાનું ધુમ્મસ છવાતા આટકોટ રોડ બાયપાસ રોડ વિછીયા રોડ પર ચાલકોઍ અકસ્માતના ડરૅ વાહન ચલાવ્યા 

 

જસદણ શહેરના આટકોટ રોડ બાયપાસ રોડ વિંછીયા રોડ સહિતના હાઇવે માર્ગો પર તેમજ ગ્રામ્ય પંથકમાં વહેલી પ્રભાતે જાકળ ઓસ વલનું ધુમ્મસ સર્જાતા વાહન ચાલકો ભારે અકળાયા હતા સામસામે અને નજીક આવતા વાહનો પણ એકબીજાને દેખાતા ન હતા જેથી લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. આ મેઘરવાને કારણે સતત અકસ્માતનો પણ ભય રહેતો હતો મેઘરવાના ધુમ્મસને કારણે વહેલી સવારે અંધાર પટ જેવો માહોલ છવાયો હતો