જસદણની ગઢડીયા ચોકડી પાસે છકડૉ રિક્ષા નાળામાં ખાબકતાં ગંભીર ઈજાથી ચાલકનુ ઘટના સ્થળે જ મોત થયું
જસદણ શહેર ના ગઢડીયા ચોકડી છકડૉ ચાલકે રિક્ષા પરનો કાબૂ ગુમાવતા રિક્ષા રોડની સાઈડમાં આવેલા નાળામાં ખાબકી હતી, જેમાં રિક્ષાચાલકનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રિક્ષાચાલક ગઢડીયા ગામ તરફથી જસદણ તરફ પોતાની રિક્ષા લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ગઢડીયા ચોકડી નજીક અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ખાઈને રોડની બાજુમાં આવેલા ઊંડા નાળામાં પડી હતી. અકસ્માત એટલો ગંભીર હતો
કે રિક્ષાચાલકને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, 108ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા રિક્ષાચાલક રમેશભાઈ ઓળકીયાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતા જ જસદણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.