જસદણમાં સિદ્ધિવિનાયક ગ્રુપ વિહીપ તથા બજરંગ દળના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યૉજાયૉ ૫૧ બોટલ રક્ત એકત્ર થયુ
જસદણ શહેરમાં જૂની શાક માર્કેટ પાસે આવેલ બ્રહ્મ સમાજની વાડી ખાતે સિદ્ધિ વિનાયક ગ્રુપ વિહીપ તથા બજરંગ દળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૧ બોટલ રક્ત એકત્ર થયું હતું
જસદણ ના આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આયોજિત સિદ્ધિવિનાયક ગણેશ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આયોજક રાષ્ટ્રીય બજરંગ દળ ના રાજકોટ જીલ્લા અધ્યક્ષ દીપકભાઈ વાઘેલા રાષ્ટ્રીય બજરંગ દળ રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ હર્ષભાઈ ગોટી ભલીભાઈ પરમાર, અમરશીભાઈ રાઠોડ સચિનભાઈ ભટ્ટ, કિશનભાઈ બારોટ ભૂપાભાઈ ગળીયા અને રોનકભાઈ દેસાણી સહિત ન હોય ઉપસ્થિત રહી સુંદર વ્યવસ્થા કરી હતી આ રક્તદાન કેમ્પમાં રક્ત દાતાઓ દ્વારા ૫૧ બોટલ રક્ત એકત્ર થયું હતું