error: This Content is protected !!

જસદણ વિંછીયા કૉટડા સાંગાણી સહિત ૧૦ તાલુકાની શાળાઓમાં તા.૨૪ સપ્ટેમ્બરનાં રોજ માર્ગ સલામતી જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લામાં ઉપલેટા, ગોંડલ, જસદણ સહિત ૧૦ તાલુકાની શાળાઓમાં માર્ગ સલામતી જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે.

નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા તથા જન કલ્યાણના અભિયાનોમાં લોકોને જોડવા રાજકોટ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ વેગવંતુ બન્યું છે. જેના ભાગરૂપે આર.ટી.ઓ. દ્વારા આગામી તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ કુલ ૧૦ સ્થળોએ માર્ગ સલામતી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  

આ કાર્યક્રમ અંતર્ગત ઉપલેટા તાલુકામાં અરણી તાલુકા શાળા, ગોંડલ ખાતે કુંજ પ્રાથમિક શાળા, જસદણનાં જુના પીપળીયા પ્રાથમિક શાળા, લોધિકામાં પી.એમ.શ્રી મેટોડા પ્રાથમિક શાળા, ધોરાજી પ્રાથમિક શાળા નંબર ૧૧ ખાતે, પડધરી પી.એમ તરઘડી તાલુકા શાળા, જામકંડોરણા ઇન્દિરા નગર પ્રાથમિક શાળા, જેતપુર સોમબાઇ પીઠડીયા પ્રાથમિક શાળા, વિંછીયા જિનપરા તાલુકા શાળા, કોટડા સાંગાણી કોટડા કન્યા તાલુકા શાળા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતી જન જાગૃતિ કાર્યક્રમ યોજાશે