error: This Content is protected !!

જ્યાં જરૂર ત્યાં ૧૦૮ તહૅવારૉમા જિલ્લામાં ૧૮૦૦ થી વધુ લોકોને મળી ઈમરજન્સી મદદ પ્રસૂતિ ૩૩૩ હૃદય રોગના ૧૨૧ જ્યારે ૫૦૦થી વધુ ઈજાગ્રસ્ત લોકોની સારવાર

વિપત વિકટ સમયે તુરંત જીવન રક્ષક બનતી ૧૦૮ સેવાના ૧૯ વર્ષ પૂર્ણ રાજકોટ જિલ્લામાં હાલ ૬૬ એમ્બ્યુલન્સ કાર્યરત ૧૦ લાખ કોલનો હકારાત્મક પ્રતિભાવ

 

જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણીમાં લોકો આનંદ અને ઉત્સાહમાં મશગુલ હતા, ત્યારે તેમની ખુશીઓ અને આરોગ્યની સુરક્ષા માટે ૧૦૮ ઈમરજન્સી સેવા-કર્મીઓ નિષ્ઠાપૂર્વક ફરજ પર તૈનાત હતા. ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ૧૦૮ની ટીમો તહેવારની ઉજવણી વચ્ચે પણ સતત એલર્ટ રહી, જરૂરિયાતમંદ સુધી સમયસર ઈમરજન્સી મદદ પહોંચાડવા માટે દિવસ-રાત ખડેપગે રહી હતી. આ અંગે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ મેનેજરશ્રી જયેશ કારેણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારોમાં તા. ૧ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન ૧,૮૫૨ જેટલા કેસમાં ૧૦૮ની મદદ લેવામાં આવી હતી. જેમાં રાંધણ છઠ્ઠ થી દશમ દરમિયાન રજા અને તહેવારોની ઉજવણી સંદર્ભે કેસમાં સતત વધારો થયેલો જોવા મળ્યો હતો.૧૦૮ દ્વારા અપાયેલી વિગતો મુજબ તા. ૩ સપ્ટેમ્બરના રોજ ૩૧૪ કેસ, ૪ સપ્ટેમ્બરને જન્માષ્ટમીના રોજ ૩૩૧ કેસ, ૫ સપ્ટેમ્બરના દિવસે ૩૨૭ કેસ તેમજ ૬ સપ્ટેમ્બરના રોજ ૩૨૫ કેસમાં જરૂરિયાતમંદ લોકોને ઈમરજન્સી સારવાર પુરી પાડવામાં આવી હતી.પ્રોગ્રામ મેનેજરશ્રીના જણાવ્યાં મુજબ ઈમરજન્સી મદદ માટે સૌથી વધુ અકસ્માતમાં ઈજાગ્રસ્ત કુલ ૫૬૮ કેસ, પ્રસૂતિ સંબંધિત ૩૩૩ કેસ, હૃદય રોગના ૧૨૧ કેસ, શ્વાસમાં તકલીફ થવાના ૧૧૪ કેસ, પેટમાં દુખાવાના ૧૬૯ કેસ, તાવ સંબંધિત ૮૯ કેસ, ફૂડ પોઇઝનિંગના ૪૭ કેસ સહિત સ્ટ્રોક અને અન્ય બીમારી સબબ ૧૦૮ ઈમરજન્સી સેવાનો લાભ લેવામાં આવ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી સાતત્યપૂર્વક સેવારત ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ લોકોનો ભરોસો જીત્યો છે. રાજકોટ જિલ્લામાં હાલ કુલ ૬૬ એમ્બ્યુલન્સ કાર્યરત છે, જે સતત ગતિશીલ રહીને આજ સુધીમાં દસ લાખ જેટલા કોલ્સમાં લોકોને સહાયક બની છે.