વિછીયા તાલુકા ભાજપ મંડળ ની કાર્યશાળા જિલ્લા કોષાધ્યક્ષ અને તાલુકા પ્રભારી મહેશ વાણીયાના અધ્યક્ષ સ્થાને યોજાય
વિંછીયા ખાતે VB-G RAM G (વિકસિત ભારત - ગ્રામીણ રોજગાર અને આજીવિકાની ગેરેંટી મિશન બિલ 2025) જન જાગરણ અભિયાન અંતર્ગત વિંછીયા તાલુકા મંડળ ભાજપની કાર્યશાળાનું આયોજન સૌ પ્રથમ દિપપ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું,
જિલ્લા કોષાઘ્યક્ષ અને વિંછીયા મંડલ પ્રભારી મહેશભાઈ વાણિયાએ કાર્યક્રમને અનુલક્ષીને માર્ગદર્શન આપેલ હતું.
આ કાર્યશાળામાં વિંછીયા તાલુકા મંડળના પ્રભારી મહેશભાઈ વાણિયા પંકજભાઈ ચાંવ રામ મિશન ઇન્ચાર્જ અનિલભાઈ મકાણી, રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ દેવરાજભાઈ સરવૈયા, જિલ્લા કિસાન મોરચાના પ્રભારી વલ્લભભાઈ ઝાપડિયા, વિંછીયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાંકળીયા,મહામંત્રી લાલભાઈ ગઢવી તથા વિપુલભાઈ ભુવા કડવાભાઈ કાનાભાઇ જસદણ શહેર ભાજપના પ્રભારીઅમૃતભાઈ કોરડિયા, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા ભાજપના તમામ મોરચા - સેલના હોદ્દેદારો તાલુકામાં સમાવિષ્ટ વિવિધ ગ્રામપંચાયતના સરપંચો, તાલુકા ભાજપના કર્મઠ અને સક્રિય આગેવાનો તથા દેવદુર્લભ કાર્યકર્તા મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.