આટકોટ નજીકના મોટા દડવામાં ઢોર આડું ઉતરતા બાઈક સ્લીપ થયું, ૭ મહિનાની સારવાર બાદ એભલભાઈ ગરૈયાનું મોત
ખારચીયા ગામથી પરત ફરતા હતા ત્યારે બનાવ બન્યો હતો ૩૨ વર્ષીય એભલભાઈ ડ્રાઇવિંગ કામ કરતા હતા યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો
આટકોટ નજીકના ગોંડલના મોટા દડવામાં ઢોર આડું આડું ઉત્તરતા બાઈક સ્લીપ થયું હતું. જેમા ઘવાયેલ ૩૨ વર્ષીય એભલભાઈ ગરૈયાનું ૭ મહિનાની સારવાર બાદ રાજકોટ
સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, એભલભાઈ જેસીંગભાઈ ગરૈયા (ઉંમર વર્ષ ૩૨, રહે. મોટા દડવા ગામ, તા. ગોંડલ) ગઈ તા. ૧ જૂનના રોજ રાત્રીના ૧૨.૩૦ વાગ્યાં
આસપાસ મોટા દડવા ગામ નજીક કોઈ કારણસર મોટરસાયકલ સ્લીપ થઈ જતા માથે શરીરે ઇજા થતાં પ્રથમ. આટકોટની કે. ડી. પરવાડીયા હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અહીં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નામ નીપજ્યું હતું. એભલભાઈ ડ્રાઇલિંગ કરતા હતા બે ભાઈ અને એક બહેનમાં નાના અને અપરણિત હતા. યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.