સોમનાથથી વડનગર બાઇક યાત્રાનુ આટકોટ મૉટાદડવા માંડવા જસદણ વિંછીયા લીલાપુર હિંગોળગઢ અમરાપુરમા ભવ્ય સ્વાગત કળશમાં જળ અર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો જનસેવાનો યજ્ઞ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે મંત્રી કુંવરજી બાવળીયા સાંસદ જીતેન્દ્ર કણજારીયા
નારી શક્તિની આગેકૂચ મહિલા સશક્તિકરણ સંદર્ભે વિવિધ ડ્રોન દીદીથી ડીઆરડીઓ સુધી મહિલાઓની ભાગીદારી વધી મંત્રી રિવાબા જાડેજા
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગોંડલથી પ્રસ્થાન થયેલી સોમનાથથી વડનગર બાઇક યાત્રા જસદણ તથા વિંછીયા પહોંચી હતી. જ્યાં આટકોટ જસદણ તથા વિંછીયા ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા મંત્રી રિવાબા જાડેજા તેમજ સાંસદ જીતેન્દ્રભાઈ કણજારીયા સહિત મહાનુભાવો અને બાઈક યાત્રામાં જોડાયેલા યુવાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત મોટા માંડવા, મોટા દડવા, લીલાપુર, હિંગોળગઢ, આટકોટ અને અમરાપુર સહિતના ગામોમાં ગ્રામજનોએ બાઇક યાત્રાનું સ્વાગત કરી યાત્રા-કળશમાં જળ અર્પણ કર્યું હતું. આ પ્રસંગે આટકોટ-જસદણ ખાતે મંત્રીશ્રીઓ તેમજ મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિંછીયા ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી રિવાબા જાડેજા સહિત મહાનુભાવોએ તેમજ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ યાત્રાનાં કળશમાં જળ અર્પણ કર્યું હતું
મંત્રીશ્રીઑએ વિશેષમાં જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં નારી શક્તિ આગેકૂચ કરી રહી છે. દીકરીઓનું આર્થિક અને સામાજિક ઉત્થાન થાય તે માટે, રમતગમતનું મેદાન હોય કે ઉચ્ચ શિક્ષણ, રાજ્ય અને કેન્દ્ર સરકારે તેમને સક્ષમ મંચ પૂરું પાડ્યું છે. જેના પરિણામે આજની નારી 'ડ્રોન દીદી'થી લઈને ડી.આર.ડી.ઓ સુધી ઉચ્ચ કારકિર્દી ઘડીને કર્તવ્ય નિભાવી રહી છે મંત્રી કુંવરજીભાઈ તથા રિવાબા એ બાઈક યાત્રામાં જોડાયેલા તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા જેમાં મિશન મંગલમ યોજના નમોશ્રી યોજના આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ ખેડૂત કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સામેલ હતા. આ પ્રસંગે સાંસદ જીતેન્દ્રભાઈ કણજારીયા જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી સહિત મહાનુભાવોએ યાત્રામાં જોડાયેલા યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન વિવિધ ગામોના અગ્રણીઓ, ગ્રામજનો, શહેરીજનો, હોદ્દેદારો તેમજ યુવાનોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું