આટકોટ નજીકના મોટા દડવામાં ગામના સ્મશાનમાં ગુમસુમ રહેતા યુવકૅ ઝેરી દવા પી લૅતા રાજકોટ સિવિલમાં સારવારમાં ખસેડ્યો
તણાવમાં રહૅતા યુવાનના બાળપણમાં માતા અને દશેક મહિના પહેલા પિતાના અવસાન બાદ મગજ ભમતા આત્મઘાતી પગલું ભર્યું
આટકોટ નજીકના મોટા દડવા ગામે રહેતા યુવકે ગામના સ્મશાનમાં જઈ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. 'યુવકના માતા બાળપણમાં અવસાન પામ્યા હતા અને પિતાનું દશેક મહિના પહેલા અવસાન થયા-બાદ મગજ કામ કરતો ન હોય આથી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ આટકૉટ નજીકના મોટા દડવા ગામે રહેતો અંકિત ભુપતભાઈ શેખલીયા (ઉ.વ.૩૦)ના યુવકે ગત સાંજે પાંચેક વાગ્યે ગામના સ્મશાનમાં જઈ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરી હતી. યુવક એક બહેનમાં નાનો છે અને અગાઉ ખેતી કામ કરતો હતો.બાળપણમાં તેના માતાના અવસાન બાદ દશેક મહિના પહેલા જ તેમના પિતાનું પણ નિધન થયું હોય જે બાદ ગુમસુમ રહેતો હોય જેના કારણે વિચારોમાં ચડી જતા મગજ ભમવાથી ઝેરી દવા પી લીધી હતી. વધુ તપાસ આટકોટ પોલીસે હાથ ધરી છે.