error: This Content is protected !!

વીંછિયાના જસદણ રોડ પર બે બાઈક ટકરાતાં એક યુવકને ઇજા પહોંચતા રાજકોટ સારવારમાં ખસેડાયૉ પ્લેટીના ચાલક સામે ગુનો નોંધાયો

હિંગોળગઢ ના મુકેશભાઈ મકવાણા અમરાપુર થી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં પુરપાટ આવેલ પ્લેટિના ચાલકૅ હોન્ડાને ટક્કર મારતા બનાવ બન્યો હતો

 

વીંછિયા -જસદણ રોડ પર હિંગોળગઢ ગામ નજીક એકતા પેટ્રોલ પંપ પાસે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ બાઈકચાલક સામે પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

બનાવની વિગત મુજબ,

હિંગોળગઢના રહેવાસી. મુકેશભાઈ માધાભાઈ મકવાણા પોતાનું GJ-03-PN-6544 બાઈક લઈને અમરાપુરથી ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન એકતા પેટ્રોલ પંપ પાસે સામેથી રોંગ સાઇડમાં પૂરઝડપે આવી રહેલ બાઈક

GJ-07-EF-6574 ના ચાલકૅ સ્પ્લેન્ડર સાથે જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં મુકેશભાઈને મોઢા, કાન તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક વીંછિયા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ના ભાઈ અશ્વિન ભાઈ મકવાણાની ફરિયાદ પરથી પોલીસે પ્લેટિના બાઇકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.