error: This Content is protected !!

સરધાર હરેકૃષ્ણ પ્રાકૃતિક ફાર્મ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી રાસાયણિક ખેતીની સરખામણીએ ખેડૂતોની આવક બમણી થઈ શકે છે અંકિતભાઈ ઢાકેચા

રાજકોટ તાલુકાના સરધાર ગામમાં હરિકૃષ્ણ પ્રાકૃતિક ફાર્મ ધરાવતા શ્રી અંકિતભાઈ ઢાકેચાએ કહ્યું હતું કે, છેલ્લા છ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. ફાર્મમાં મુખ્યત્વે હળદર, મગફળી, ઘઉં અને ચણા જેવા પાકોનું વાવેતર કરું છે. પાકનું ઉત્પાદન મેળવ્યા બાદ જાતે જ મૂલ્યવર્ધન કરીને ૫૦૦ ગ્રામ અને ૦૧ કિલોના આકર્ષક પેકિંગમાં અમે પોતે જ માલનું વેચાણ પણ કરીએ છીએ. કોઈ ખેડૂતો એવું માનતા હોય છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટે છે. પરંતુ જો પ્રાકૃતિક ખેતીના પાંચેય આયામોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે, તો ખૂબ જ સારું ઉત્પાદન મેળવી શકાય છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી રાસાયણિક ખેતીની સરખામણીએ ખેડૂતોની આવક બમણી થઈ શકે છે.