જસદણના કલમના કસબી વરિષ્ઠ પત્રકાર હુસામુદ્દીન કપાસીનો આજે ૬૧મો જન્મદિન નિખાલસ ઉષ્માભર્યું વ્યક્તિત્વ અભિનંદનનો ધોધ વછૂટ્યો
જસદણ પંથકના પત્રકાર જગતમાં આગવી પ્રતિભા ધરાવતા કલમના કસબી હુસામુદ્દીનભાઈ કપાસીનો આજે જન્મદિવસ છે વિચાર-આચારથી સમૃધ્ધ હુસામુદ્દીનભાઈ તા. ૧૫ ઓકટોબર ઈસ્વીસન ૧૯૬૬માં જન્મ થયેલ આજે તેવો જીવનયાત્રાના ૬૧માં વર્ષમાં પ્રવેશી રહ્યાં છે સ્વાર્થ પરસ્ત પત્રકારત્વથી દુર રહી પ્રજાજોગ સચોટ સમાચારોનો મિજાજ દેખાડી જસદણ વીંછીયા પંથકની અનેક સમસ્યાઓને વાચા આપી પ્રજાની સાથે રહેનારા હુસામુદ્દીનભાઈનું જસદણ વીંછીયા પંથકના પત્રકારત્વ જગતમાં મુઠ્ઠી ઉંચેરૂ યોગદાન રહ્યું છે ખાસ કરીને તેમની મૌલિકતાસભર લખાવટની સોડમ થકી ઘણાં વાંચકોની ગુડબુકમાં સ્થાન ધરાવે છે તેમના મોબાઈલ વ્હોટ્સ એપ નંબર ૯૯૨૪૦ છે. ૧૪૩૫૨ ઉપર અભિનંદનનો ધોધ વહી રહ્યો છે