જસદણમાં ભાયાણી ફાર્મ હાઉસ ખાતે શ્રાદ્ધ કાર્યમાં આવેલ મંત્રી બાવળિયાએ પૂર્વ નગરપતિ ભાયાણી, છાયાણી સાથે ચેક ડેમો ભરવાઅંગૅ ગહન ચર્ચાઓ થઈ
આલણ સાગરમાં સૌની યોજના દ્વારા પાણી છોડી ઉગમણી અને આથમણી કેનાલમાં પાણી છોડી ડેમો ભરવા અંગે ધીરુભાઈએ રજૂઆતો કરી ભરતભાઈઍ રામેશ્વર સહિતના ડેમો ભરવા માંગ કરી
આગામી દિવસોમાં જસદણ શહેર અને ગ્રામ્ય પંથકના બાકી રહેતા તમામ એક ડેમો ભરવામા આવનારછૅ કામો મંજુર થયાની માહિતી મંત્રી કુંવરજીભાઈ આપી
જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આવેલ ભાયાણી ફાર્મ હાઉસ ખાતે જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને નગરપાલિકા આયોજન સમિતિના ચેરમેન પી,વીભાઈ ભાયાણી ના પિતાશ્રીના શ્રાદ્ધ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ હાજરી આપી હતી આ સમયે જસદણના પૂર્વ નગરપતિઓ ભરતભાઈ છાયાણી ધીરુભાઈ ભાયાણી પીવી ભાઈ સહિતના આગેવાનોએ મંત્રી સમક્ષ ચેક ડેમો ભરવા અંગે ગહન ચર્ચાઓ કરી હતી આ અંગે મંત્રી કુંવરજીભાઈઍ શહેર અને ગ્રામ્ય પંથકના બાકી રહેતા તમામ ડૅમૉ ભરવા અંગેના કામ મંજૂર થયાની માહિતી આપી હતી અને હાલ તુરંતમાં આલણ સાગરમાં સૌની યોજના ની નવી લાઈન તથા જૂની લાઈન દ્વારા પાણી છોડી અને ઉગમણીને આથમણી બંને કેનાલોમાં પાણી છોડી અને નવી બારીઓ મૂકી ભરવાના આયોજન અંગે ધીરુભાઈ ભાયાણીએ રજૂઆત કરી હતી આ ઉપરાંત પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણીએ ને પણ ખેડૂતોને સાચી માહિતી આપવા કામો મંજૂર થયા હોવાનું કુંવરજીભાઈ જણાવ્યું હતું પીવીભાઈ ભાયાણી ઉપરાંત ખેડૂત અગ્રણી નરેશભાઈ ચૉહલીયા ઉધોગપતિ ભુપતભાઈ ભાયાણી ગિરધરભાઈ છાયાણી નિલેશભાઈ ભાયાણી સહિત આગેવાનો સાથે રહ્યા હતા