error: This Content is protected !!

જસદણ પાલિકા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ ખુલ્લો મુકતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ૩૦૦ વધુ દર્દીઓએ ઘરઆંગણે જ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોના નિદાન સારવારનૉ લાભ લીધૉ

જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આયુષ્માન ભારત સહિતની પર્યાપ્ત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ

 

 જસદણ નગરપાલિકા ખાતે આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખુલ્લો મુક્યો હતો.

આ કેમ્પના આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જસદણમાં ઘર આંગણે સ્પેશિયાલિસ્ટ તેમજ ૧૦થી વધુ સુપર સ્પેશિયાલિસ્ટની ટીમ દ્વારા નિદાન તેમજ સારવારની સુવિધા ઉભી કરવામાં આવી છે, જેનો તમામ ગ્રામજનો લાભ લઈ શકે છે.આ કેમ્પમાં જસદણ સિવિલ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ ઉપરાંત ડો. મનીષભાઈ બાવળિયાના માર્ગદર્શનમાં રાજકોટના હૃદય, ફેફસાં, મગજ, કિડની, હાડકા, બાળકો અને સ્ત્રી રોગના ૧૦થી વધુ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ દ્વારા દર્દીઓના નિદાન અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં જરૂરિયાત મુજબ દર્દીઓને લોહીના રિપોર્ટ તેમજ એક્સ-રેની સુવિધા પણ કેમ્પ ખાતે ઉભી કરવામાં આવી છે. કેમ્પમાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતૉ આતકૅ તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન હરેશભાઈ વેકરીયા, નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તાલુકા ભાજપના પ્રમુખ ચંકીભાઈ રામાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ પી,વી ભાયાણી યુવા ભાજપના પ્રમુખ હર્દિપભાઈ પટગીર પૂર્વ જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ સોનલબેન વસાણી, પૂર્વ નગરપતિ રમાબેન મકવાણા શહેર મહિલા પ્રમુખ મનિષાબેન રાવલ તાલુકા મહિલા પ્રમુખ ગોપીબેન છાયાણી જિલ્લા પંચાયતના સભ્યો નિલેશભાઈ હિરપરા હરેશભાઈ કચ્છી ઉધૉગપતિ ગિરધરભાઈ વેકરીયા જસદણ સિવિલ હોસ્પિટલના ડો. આર. એન. મૈત્રીય, જસદણ તાલુકા આરોગ્ય અધિકારી ડો. સી. કે. રામ સહિત તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં જસદણ તાલુકાના દર્દીઓ કેમ્પમાં સહભાગી બન્યા હતા