જસદણ બાર એસોસિએશની મીટીંગ નો ઠરાવ સરકાર ના રેન્ટ એક્ટ ભાડા અધિનિયમના વિરોધમાં આજે એક દિવસની પ્રતિક હડતાલ
જસદણ બાર એસોસિએશનની મીટીંગ મળી હતી જેમાં સરકાર ના રેન્ટ એક્ટ ના વિરોધમાં સર્વાનું મતે એક દિવસ પ્રતિક હડતાલનૉ ઠરાવ કરવામાં આવ્યો છૅ જમા સર્વાનું મતે ઠરાવથી ઠરાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા રેન્ટ એક્ટ (ભાડા અધિનિયમ) 2026 ના વિરોધમાં ગુજરાતના વિવિધ તાલુકા & જિલ્લાની અદાલતોમાં એક દિવસની પ્રતિક હડતાલ આજૅ તારીખ:- ૦૩/૧૦/૨૦૨૬ ના શનિવારના રોજ રાખવાનું ઠરાવવામાં આવે છે.તો જસદણ બાર એસોશિયન દ્વારા પણ સમર્થનમાં હડતાલ જાહેર કરેલ છે અને કેસોમાં યથાવત સ્થિતિ જાળવી રાખવા નામદાર કોર્ટને વિનંતી પણ કરવામાં આવેલ છે તૅમ જસદણ બાર એસોસિએશના પ્રમુખ મહાવીરભાઈ બસિયાની યાદીમાં જણાવ્યું છે