error: This Content is protected !!

જસદણ વિંછીયા ના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ પોતાની વાડીના મકાનની સીડીયૅ ચડતા નીચૅ પડી જતા રાજકોટ આરોગ્ય મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા

વિછીયાના બંધાળી ગામે વાડીમાં ખેતી કામ કરી રહ્યા હતા સીડી ચડતા નીચે પડી ગયા હતા. વાતની જાણ થતા તેમના સમર્થકો ખબર અંતર પૂછવા હોસ્પિટલ દોડી ગયા હતા

 

૭૨ જસદણ વિંછીયા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ તેમની વાડીના મકાનમાં સીડીયૅ ચડતા પડી જતા ઈજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા છે

જસદણ વિંછીયા ના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ભીખાભાઈ ગોહિલ ચાર દિવસ પૂર્વે વિછીયા તાલુકાના બંધાળી ગામે તેમની વાડીએ ખેતી કામ કરી રહ્યા હતા તે દરમિયાન વાડીએ મકાનની સીડી ઉપર ચડતા ઉપરથી નીચે પડી ગયા હતા. તેમને મણકામાં ગંભીર ઈજાઓ થતા પ્રાથમિક સારવાર સ્થાનિક કક્ષાએ લીધા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આરોગ્ય મેડિકલ હોસ્પિટલ ખાતે તેમને દાખલ કરવામાં આવ્યા છે. મણકામાં ઈજાઓ થતા સ્ક્રુ નાખવામાં આવ્યો છે. તેમજ વાયર નાખવામાં આવ્યો છે અને તેમની સારવાર ચાલી રહી છે. એક બે દિવસમાં હોસ્પિટલેથી રજા આપવામાં આવશે. હોસ્પિટલેથી રજા આપ્યા બાદ ૨૧ દિવસ સંપૂર્ણ આરામ કરવાની તબીબોએ સલાહ આપી છે. ૫૧ વર્ષીય પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ પડી ગયાના સમાચાર પ્રસરતા જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો હોસ્પિટલે તેમની ખબર અંતર પૂછવા પહોંચી ગયા હતા