error: This Content is protected !!

કૉટડા સાંગાણી ના મૉડા દડવા નજીકના મૉટા માંડવા ગામમાં લુટૅરી દુલ્હનનો શિકાર બનેલા રીક્ષા ચાલક યુવકની આત્મહત્યા

રીક્ષાચાલકે પાંચ માસ પહેલા રૂ.૧.૮૦ લાખ આપીને લગ્ન કર્યા હતા લગ્નના બીજા દિવસે માનતા ઉતારવા ચોટીલા ગયા ત્યાંથી યુવતી પલાયન થઈ હતી

 

આટકોટ નજીકના મોટા દડવા ગામ પાસૅના કોટડા સાંગાણી તાલુકાના મોટામાંડવા ગામમાં રહેતા અને ગોંડલ તથા આસપાસનાં વિસ્તારોમાં રીક્ષા ચલાવી રોજીરોટી મેળવતા ૨૮ વર્ષીય શૈલેષભાઈ ગોબરભાઈ સોલંકીએ શુક્રવારે સાંજે ગોંડલના બસસ્ટેન્ડમાં રીક્ષા ઉભી રાખી જલદ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે યુવાનને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડી તેના પરિવારને જાણ કરી હતી.

યુવકના નાનાભાઈ મહેન્દ્રભાઈએ જણાવ્યુ કે તેણે પાંચ મહિના પહેલા જેની સાથે લગ્ન કર્યા તે યુવતી એક રાત રોકાઈ લગ્ન પેટે આપેલા રૂ. ૧.૮૦ લાખ લઇ નાસી ગઈ હતી. શૈલેષભાઈએ યુવતી સહિતના લોકો સામે કોટડા

સાંગાણી પોલીસમાં ગત તા.૯ના ફરિયાદ કરી હતી. ગત તા.૨૭/૪નાં બાબુભાઈ, પુજા નામની યુવતી ઉપરાંત તેની સાથે હસીના નામની મહિલા, પરાગ પટેલ વગેરે શૈલેષભાઈનાં ઘરે આવી ત્યાં પૂજા સાથે ફુલહાર કરી લગ્ન કરાવ્યા હતા. પુજા, હસીના અને પરાગ પટેલ શૈલેષભાઈનાં ઘરે રાત રોકાયા હતા અને લગ્ન પેટે રૂ.બે લાખ નક્કી કરાયા હતા. બાબુભાઈને રૂ.૧.૮૦

લાખ આપ્યા હતા. બીજા દિવસે ચોટીલા માનતા ઉતારવા ગયા હતાં. ત્યાં મામાને મળવાના બહાને પૂજા નાસી છુટી હતી. તેનો મોબાઈલ કરતા સ્વિચ ઓફ આવતો હોવાથી પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણી શૈલેષભાઈએ ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ બાદ શૈલેષભાઈને પોતાની સાથે થયેલ બનાવથી લાગી આવતાં આખરે આપઘાત કર્યો હતો.