error: This Content is protected !!

વિંછીયાના મોટા માત્રા ગ્રામ પંચાયતના પાણીની મોટરનો કેબલ વાયર ચોરી જનાર તસ્કર બૅલડી ઝડપાય બોટાદ થી બાઇક ચોર્યા ની કબુલાત

રૂરલ એલસીબી ટીમે બાઈક સવાર બેલડીને અટકાવી પૂછપૂરછ કરતા કેબલ ચોરી અને બોટાદની વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો બે સાગરીતની શોધખોળ

 

 

વિંછીયાના મોટા માત્રા ગ્રામ પંચાયતની પાણીની મોટર કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકલાયો છે. રૂરલ એલસીબી ટીમે ચોરાઉ કોપર વાયરના ગૂંચળા સાથે સાયલાના મદુરીયા બંધુઓની ધરપકડ કરી હતી. બંને શખ્સો પાસેથી ચોરાઉ બાઈક મળી આવતા બોટાદના રાણપુર પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો હતો. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ચોરીમાં સામેલ મહિલા સહીત વધુ બે શખ્સોની શોધખોળ આદરી હતી.

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવાની આપેલ સૂચનાથી ગઈ તા.૧૧ ના મોટા માત્રા ગ્રામ પંચાયતની પાણીની મોટરનો કેબલ વાયરની ચોરીનો ગુનો વિંછીયા નોંધાયો હતો. જે ગુનાનો ભેદ ઉકેલવા રૂરલ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરી હેઠળની ટીમો બનાવ સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારના

સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી હતી. દરમિયાન બનાવ સ્થળની નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે પુરૂષ તથા એક મહિલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળી હતી. જે પુરુષ અને મહિલો અંગે હ્યુમન સોર્સ મારફતે હકીકત મેળવી રેવાણીયા-વિછીયા રોડ ઉપર વિછીયા રાંદલમાના મંદિર પાસેથી એક બાઈક અટકાવી તેમાં સવાર બે શખ્સોને ચેક કરતા તેમની પાસેથી આધાર પુરાવા વગરના કોપર વાયરના ગુચળા તથા બાઈક મળી આવેલ હતું. બાદ બાઈક ચાલક પ્રભાત ઉર્ફે કાળુ ખેંગાર મદુરિયાને વાહન બાબતે પૂછતા તેણે આશરે ૧૨ દિવસ પૂર્વે બોટાદ જિલ્લાના અણીયારી કાઠી ગામેથી વાહન ચોર્યાની કબૂલાત આપી હતી જ્યારે વાહનમાં પાછળ બેઠેલા સંજય ઉર્ફે સદો ખેંગારભાઈ મદુરીયા પાસે રહેલ કોપર વાયરના ગુચડા અંગે પૂછતા તેણે આશરે ૨૦ દિવસ પૂર્વે મોટા માત્રા ગામેથી રાત્રિના સમયે કેબલ વાયરની ચોરી કર્યાની કબુલાત આપતા રૂરલ એલસીબી ટીમે બંને તસ્કર પ્રભાત ઉપ કાળુ ખેંગાર મદુરીયા અને સંજય સદો ખેંગાર મદુરીયા (બંને રહે. કસવાળી, સાયલા) ની પરપકડ કરી કુલ રૂ. ૨૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર બંને તસ્કરોએ પૂછપરછમાં કબૂલાત આપી હતી કે, સંજય ઉર્ફે સદોએ પત્નિ સોના મદુરિયા અને સાળા ભલી વસુ સાઢમીયા રહે. ખારચીયા, વિંછીયા) સાથે મળી મોટા માત્રા ગામેથી કેબલ ચોરીને અંજામ આપ્યો હતો. જયારે પ્રભાત ઉર્ફે કાળુએ બોટાદમાં વાહન ચોરીને અંજામ આપ્યો હોય અને મોટા માત્રા ગામે કેબલ વાયર ચોરી મુદ્દામાલ સગેવગે કરવામાં મદદગારી કરી હોય પોલીસે મદુરીયા બંધુઓની ધરપકડ કરી અલગ અલગ બે ગુનાનો ભેદ ઉકલ્યો હતો. જ્યારે મહિલા સહીત વધુ બે શખ્સોની શોધખોળ આદરી હતી.