જસદણના ભડલી ગામે જુના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી પોલીસમાં સામ સામી ફરીયાદો થઈ જુના ઝઘડા નો ખાર રાખી બે પરિવારો બાખડીયા
જસદણના ભડલી ગામે જુની અદાવતમાં એક જ પરિવારના સભ્યો ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરવાની અને માર મારવાની ગંભીર ઘટના સામે આવી છે આ મામલે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે પ્રાપ્ત વિગતો મુજબ ભડલી ગામે રહેતા મુકેશભાઈ બાવલભાઇ જાદવએ તેજ ગામના સિધ્ધરાજભાઇ રાજુભાઈ ખાચર તથા પરેશ સોમાભાઈ ઝાપડીયા સામે જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી સગા કાકા હૈયાત હોય ત્યારે ફરીયાદીના મોટા ભાઈને વહેવાર હોય જેનો ખાર રાખી ફરીયાદી તથા સાહેદો સાથે આરોપી નં (૧) અને (૨) નાએ બોલાચાલી કરી જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી ઢીકા પાટુનો મારમારી ફરીયાદીના મોટા ભાઈને એક પાટુ મારી હાથ ઉપર મુંઢ ઇજા પહોંચાડેલ તથા ફરીયાદીને લોખંડના સળીયાના બે ધા માથાના ભાગે મારવા જતા ફરીયાદીએ હાથ આડા કરતા ડાબા હાથના ભાગે ગંભીર ઇજા કરેલ તથા ફરિયાદીના માતાને પણ આરોપી નં.(૧) લોખંડના સળીયાના ઘા માથાના ભાગે મારવા જતા ફરીયાદી પોતાના બન્ને હાથ આડા કરતા ડાબા ફરીયાદીના બહેન લોખંડના સળીયાના શરીરે ઘા મારી ઈજાઓ કરી હતી સામાપક્ષે આરોપી સિધ્ધરાજભાઈ (૧) રાજુભાઈ હસમુખ બાવલભાઈ જાદવ, (૨) સવશીભાઈ, ઘુઘાભાઈ ચાવડા, (૩) મુકેશભાઈ બાવલભાઈ જાદવ (૪) દિનેશભાઈ બાવલભાઈ જાદવ રે.તમામ ભડલી ગામ નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીઓ ફરીયાદી
સાથે જુના કેસનું મનદુઃખ રાખી આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી તથા ઢીકા પાટુનો પારમારી તથા એક આરોપી નં.(૧) ફરીયાદીને માથાના ભાગે કુહાડીનૉ એક ઉંધો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી તથા શરીરે ઈજા પહોંચાડી ગુન્હામાં એક બીજાની મદદગારી કરી હતી. ઉકત બંને ફરીયાદો અંગે જસદણ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે