error: This Content is protected !!

રાજકોટ ગ્રામ્યના લુખ્ખાઓનું હવે આવી બન્યું, પોલીસ છોડશે નહીં જસદણના આંકડીયા ગામે ૧૭ આરોપીના ઘરે પોલીસ ત્રાટકી ગેરકાયદેસર વાહનો જપ્ત

એસપી વિજયસિંહ ગુર્જર અને એએસપી ડો. નવીન ચકવર્તીની રાહબરીમાં એલસીબી, એસઓજી અને ક્યુઆરટીની ટીમો ત્રાટકી પીજીવીસીએલની ટીમને સાથે રાખી ૩૩ જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો કાપી ૨૧ લાખનો દંડ પણ ફટકાર્યો

 

રાજકોટ ગ્રામ્યના લુખ્ખાઓનું હવે આવી બન્યું, કોઈપણ ભોગૅ પોલીસ છોડસે નહીં, જેની શરૂઆત જસદણના આંકડીયા ગામથી થઈ છે. અવારનવાર લુખ્ખાગીરીની ફરીયાદ મળતાં એસપી વિજયસિંહ ગુર્જર અને એએસપી ડો. નવીન ચકવર્તીની

રાહબરીમાં એલસીબી, એસઓજી અને યુઆરટીની ટીમોએ ૧૭જેટલા ગુનેગારોનક ઘરે સર્ચ કરી ગેરકાયદેસર વાહનો જપ્ત કર્યા હતાં. તેમજ પીજીવીસીએલની ટીમને સાથે રાખી ૩૩ જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો કાપી ૨૧ લાખનો દંડ પણ ફટકાર્યો હતો રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા અવાર નવાર ગુના કરતા શખ્સોનો ગુનાહીત પ્રવૃતિ અંકુશમા લેવા આપેલ સુચનાથી જસદણ એએસપી ડો. નવીન ચફવર્તીની રાહબરીમાં રૂરલ એલસીબી, એસઓજી, યુ.આર.ટી. તથા વિંછીયા, જસદણ, આટકોટ અને ભાડલા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો તેમજ પીજીવીસીએલની કુલ-૧૦ ટીમોને સાથે રાખી આંકડીયા ગામ ખાતે કોમ્બીંગ કરવામાં આવ્યું હતું.જ્યાં ૧૭ જેટલા ગુનેગારના રહેણાંક મકાને છાપા મારી સર્ચ કરવામાં આવેલ જે કાર્યવાહી દરમ્યાન ગેરકાયદેસર જણાયેલ કુલ-૭ જેટલા વાહનો ડીટેઇન કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ તેમજ પીજીવીસીએલ ટીમો દ્વારા કુલ ૩૩ જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો કાપી દુર કરવામાં આવેલ જે ગેરકાયદેસર વીજ જોડાણો સબંધે આશરે ૨૧ લાખ જેટલો દંડ કરવામાં આવેલ છે. તેમજ ગેરકાયદેસરના ખેતીવાડીના ઉપયોગમાં લેવામાં આવેલ થી ફેઈઝ વીજ જોડાણમાં રહેલ આશરે ૧૦ હજાર મીટર જેટલો કેબલ વાયર જપ્ત કરવામાં આવેલ હતો.ઉલ્લેખનીય છે કે, આકડીયા ગામે રહેતાં ૧૭ જેટલા આરોપી જે મારામારી કરી અવારનવાર ગુના આચરે છે તેમની સ્થાનિક લોકોમાંથી ફરીયાદ ઉઠતાં પોલીસ એકશન મોડમાં આવી હતી. હજું પણ કાર્યવાહી અવિરત રહેશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જે કામગીરીમાં રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા એસઓજી પીએસઆઈ જી.જે.ઝાલા ગ્રામ્ય કયુ.આર.ટી. ટીમના પીએસઆઈ એસ.વી.ચૌધરી, વિંછીયા પોલીસ મથકના " પીઆઈ એ.સી.ડામોર, ભાડલા પોલીસ મથકના પીઆઈ કે.વી.પરમાર, જસદણ પોલીસ મથક ના પીએસઆઈ એન.પી.ગોહિલં સહિતનો સ્ટાફ તેમજ પીજીવીસીએલની ટીમ સાથે રહી હતી