જસદણના અગ્રણી ડી કે પરમાર ની આગેવાનીમાં અનુસૂચિત જાતિના આગેવાનોએ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણીની શુભેચ્છા મુલાકાત લીધી
જસદણના દલિત સમાજના અગ્રણી આગેવાન ડી કે પરમાર ની આગેવાનોમાં અનુસૂચિત જાતીના આગેવાનોએ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીની અનુસૂચિત જાતિ સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી નું પુષ્પહાર અને સાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન સમાજના આગેવાનો ડી કે પરમાર નાગજીભાઈ પરમાર મહેન્દ્રભાઈ પરમાર વિજયભાઈ એડવોકેટ જે પી ભાઈ એ વિસ્તારના પડતર પ્રશ્નો, પાયાની સુવિધાઓ જેવી કે રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઈટ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. પ્રમુખશ્રીએ આ તમામ રજૂઆતોને ખૂબ જ ગંભીરતાથી અને હકારાત્મક રીતે સાંભળી અનૅ મહત્વની બાંહેધરી આપી સન્માન સ્વીકારતા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી એ સ્પષ્ટ શબ્દોમાં બાંહેધરી આપી હતી કે, "અનુસૂચિત જાતિ વિસ્તારનો સર્વાંગી વિકાસ એ અમારી નગરપાલિકાની પ્રાથમિકતા રહેશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના નાના કે મોટા વિકાસલક્ષી કાર્યો કરવાના હોય, તેને પ્રાધાન્ય આપીને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.આ પ્રસંગે સમાજના આગેવાનોએ પ્રમુખશ્રીના આ હકારાત્મક અભિગમને બિરદાવ્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે તેમના નેતૃત્વમાં વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે. આ મુલાકાતથી સમાજના લોકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.