જસદણ નજીકના આટકોટ પોલીસે દારૂના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર રાજસ્થાની બસ ડ્રાયવરને ઝડપી લીધો
રાજકોટના નવ નિયુક્ત રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાય અને ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, જસદણ એએસપી ડો. નવીન ચક્રવર્તી દ્વારા નાસતા ફરતા આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને આટકોટ પોલીસ મથકના પીઆઈ આર.એસ.સાંકળિયા તથા ટીમે આટકોટ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ રાજપુત (ઉવ ૪૮ ધંધો બસ ડ્રાઈવિંગ રહે. ભીલવાડા,(રાજસ્થાન)ને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.