error: This Content is protected !!

પંચાળ ન્યુઝ મીડિયા હાઉસ જસદણ જનસેવક કૅબીનૅટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનૅ જન્મદિવસની લાખણી શુભેચ્છાઓ પાઠવે છે

ભાજપ પ્રમુખ વિજય રાઠોડ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી તથા ભાજપ પરિવાર દ્વારા બટુક ભોજન ઘાસચારો દર્દીઓને ફ્રુટ વિતરણ જેવા અનેકવિધ સેવા કાર્યો થશે

 

 

 જસદણ વિંછીયા ના ધારાસભ્ય અને રાજય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આજૅ જન્મદિવસ છે તેઓ જીવનયાત્રાના 70 વર્ષ પૂર્ણ કરી 71 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે પંચાળ ન્યુઝ મીડિયા હાઉસ જસદણ લાખણી શુભકામનાઓ પાઠવે છે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તથા ભાજપ પરિવાર દ્વારા બાળકોને ભોજન ગાયોને ચારો તેમજ દર્દીઓને ફ્રુટ વિતરણ જેવા વિવિધ સેવાકીય કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે નાનકડા એવા જનડા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલ કુંવરજીભાઈ સિમ થી સાંસદ સુધીની સફર તેમજ છ વખત ધારાસભ્ય અને હાલ કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે તૅવૉ દરેક સમાજના પ્રત્યેક નાગરિકો સાથે મજબૂત જોડાણ ધરાવતા હોવાથી તેમની રાજકીય સફર લાંબા સમયથી બરકરાર ચાલી છે ખાસ કરીને જસદણ વિંછીયા પંથક સહિત તેમણે સરકારમાંથી પ્રજાલક્ષી અબજો રૂપિયાના વિકાસના કાર્યો કર્યા છે તે પણ રેકોર્ડ છે રાજકીય પડકારોનો સતત સામનો કરનારા કુંવરજીભાઈ બાવળીયાને તેમનાં જન્મદિન અવસરે અભિનંદન વર્ષા નો ધોધ વહી રહ્યો છે