વિંછીયા તાલુકાના વાંગધ્રા ગામૅ ધણખુંટ સાથે મોટરસાયકલ અથડાતાં 20 વર્ષીય યુવાન ગંભીર રાજકોટ સારવારમાં
વિંછીયા તાલુકાના વાંગધ્રા ગામના પાદરમાં મોટર સાયકલ આડે અચાનક ધણખુંટ આવી જતાં બાઈક સ્લીપ થઈ જતાં ચાલક વાંગધ્રા ગામના યુવરાજ વજુભાઈ ડેરવાડીયા ઉ.વ.૨૦ને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિંછીયા પોલીસને જાણ કરી છે.
યુવરાજ એક બહેનથી નાનો અને અપરિણીત છે. તે ખેત મજુરી કરી ગુજરાન ચલાવે છે. ગઈકાલે તે બાઈક હંકારી નજકીના પીપરડી ગામે મામાના ઘરે ગયો હતો. ત્યાંથી પરત પોતાના ગામ આવ્યો ત્યારે પાદરમાં જ ખુટીયો અચાનક રોડ પર ધસી આવતાં આ બનાવ બન્યો હતો