જસદણમાં છેડતી અંગૅ નોંધાયેલ પોલીસ કૅસમાં હકીકતો ધ્યાને લઈ ફરિયાદની વિગતો શંકાસ્પદ લાગતા રાજકોટની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર
જસદણ શહેરના એક યુવતી દ્વારા બાબરા તાલુકાના કોટડાપીઠા ગામના તહોમતદાર ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાદડિયા ઉપર જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ.
ફરિયાદ નોંધાતા જ જસદણ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ અને પોલીસ કર્મચારીશ્રીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી ઝડપથી તજવીજ હાથ ધરેલ અને તહોમતદાર ઘનશ્યામભાઈ કે. રાદડિયાની ધરપકડ કરી જસદણના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીની કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કસ્ટડીમાં લઈ ગોંડલ સબ જેલ હવાલે કરેલ ફરીયાદમાં લગાવેલ કલમ પ્રમાણે કહેવાતો ગુનો સેશન્સ ટ્રાયબલ જેથી રાજકોટ સેશન્સ કોર્ટમાં ઘનશ્યામભાઈ કે.રાદડિયાના વકીલ તરીકે જસદણ શહેરના નોટરી - ભારત સરકાર અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટશ્રી પ્રકાશ પ્રજાપતી અને તેમની ટીમ રોકાયેલ અને તહોમતદારની જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ જામીન અરજી અનુસંધાને નામદાર સેશન્સ કોર્ટમાં પોલીસ અધિકારીશ્રી દ્વારા સોગંદનામાં સાથે સાધનિક કાગળો રજૂ કરેલ અને સરકારી વકીલ સાહેબશ્રી દ્વારા ફરિયાદીની ફરિયાદ તેમજ સાધનીક કાગળોને લઈને તહોમતદારના જામીન રદ થવા જોઈએ તે બાબતે રજૂઆત સાથે ધારદાર દલીલો કરેલ. તહોમતદાર ના બચાવ પક્ષના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદી દ્વારા આપવામાં આવેલ ફરિયાદ તેમજ બનાવની બાબતની સાચી હકીકત અને બનાવ સમયે તહોમતદાર ક્યાં હતા ? તેનો શું રોલ છે ? અને કયા કારણોસર ફરિયાદ કરવામાં આવી છે તે સ્પષ્ટ તેમજ સઘળી હકીકતો જણાવેલ અને આ સાથે નામદાર કોર્ટમાં ફોટોગ્રાફ તેમજ કોલ ડીટેઇલ અને કોલ રેકોર્ડિંગ રજૂ કરેલ.આ ઉપરાંત વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરેલ અને વિસ્તૃત ધારદાર દલીલો કરેલ આમ નામદાર કોર્ટે દ્વારા બન્ને પક્ષોની દલીલોને સાંભળેલ તેમજ હકીકતો અને રેકોર્ડ તેમજ સાધનિક કાગળો અને આધાર પુરાવોઓને તેમજ રજૂ રાખેલ વિવિધ ચુકાદાઓને ધ્યાને લઇ રાજકોટની નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે તહોમતદારના જામીન મંજુર કરેલ આમ આ કેસના તહોમતદાર ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાદડિયાના બચાવ પક્ષના એડવોકેટ તરીકે રાજકોટ જિલ્લાના જસદણ શહેરના નોટરી - ભારત સરકાર અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટશ્રી પ્રકાશ પ્રજાપતી તેમજ એશોસીયેટ ટીમના એડવોકેટશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શિવરાજસિંહ કરપડા, હેમેન્દ્રસિંહ વેગડ, કાર્તિકભાઈ હુદડ, દીપકભાઈ રવિયા, વિશાલભાઈ રોજાસરા, નિર્મલભાઈ વ્યાસ, મોહમ્મદ હનીફ કટારીયા રોકાયેલા હતા.