જસદણ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે વેપારી અગ્રણી રફિકભાઈ એસ રાવાણીની નિમણૂકનૅ આવકાર
જસદણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ રાઠોડ તેમજ જિલ્લા મવડી મંડળ સાથે ચર્ચા વિચારણા અને વિચાર વિમર્શ કરી જસદણ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે શહેરના વેપારી આગેવાન રફિકભાઈ એસ રાવાણીની વર્ણી કરવામાં આવી છે જેને શહેરભરમાંથી આવકાર મળી રહ્યો છે આ તકે નવનિયુક્ત પ્રમુખ રફિકભાઈ રાવાણી ઍ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તરફથી મનૅ મળેલ વિશ્વાસ બદલ આભાર ભાજપે મારી ઉપર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે,
તે માટે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ પાર્ટીએ આપેલા વિશ્વાસને સાચવવા માટે સાચી નિષ્ઠા, મહેનત અને ઈમાનદારીથી કામ કરીશું સમાજના દરેક વર્ગ સુધી પહોંચીને સેવા અને વિકાસના કાર્યમાં આગળ રહીશું પાર્ટીના સિદ્ધાંતોને મજબૂત બનાવી લઘુમતી મોરચાને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ કર્યો હતૉ રફીક ભાઈ એસ. રાવાણી પ્રમુખ લઘુમતી મોરચા, જસદણ શહેર ભાજપ મૉ 9825171836 જનતાની સેવા માટે