જસદણ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય સપ્તમ પાટોત્સવ ઉજવાશે
માનવ થી મહામ માનવ બનવાના મંત્ર સાથૅ અચલ જીવનદાસજી સ્વામી હરિભક્તોને અમૃતવાણીનુ મધુર રસપાન કરાવછૅ
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત જસદણ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજ આદિક દેવોના સપ્તમ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત તા. 17-04-2026 थी 19-04-2026 सुधी "ध આર્ટ ઓફ હિન્દુ લિવિંગ' વિષય પર ત્રિ-દિવસીય પ્રવચનમાળા યોજાશે.
માનવમાંથી મહામાનવ બનવાના મંત્ર સાથે યોજાનાર આ જીવન પરિવર્તન પ્રવચનમાળામાં શાસ્ત્રી અચલજીવનદાસજી સ્વામી પોતાની અમૃતવાણીનો લાભઆપશે. જેમાં પ્રથમ દિવસે હાર્ટ ઓફ હોમ (Heart of Home), બીજા દિવસે વિશ્વ બંધુત્વથી હિન્દુત્વ, ત્રીજા દિવસે અસતો મા સમય વિષય પર માર્ગદર્શન અપાશે. આ પ્રવચનમાળા દરરોજ રાત્રે 9 થી 11 કલાક દરમિયાન જસદણમાં આટકોટ રોડ પર આવેલ મારુતિ શો-રૂમની પાછળ, શ્રી ગેલ કૃપા ફાર્મ ખાતે યોજાશે. 19 એપ્રિલે પાટોત્સવ અને નૂતન ગુરુકુળનું ખાતમુહૂર્ત આગામી રવિવારે 19 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાથી પાટોત્સવના મુખ્ય વિધિ વિધાનો શરૂ થશે. જેમાં
કળશ પૂજન, મહાભિષેક અને હરિકૃષ્ણ મહારાજનો સંતો-ભક્તો દ્વારા અભિષેક કરવામાં આવશે. વિશેષમાં, સવારે 9 કલાકે નૂતન ગુરુકુલ નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ અન્નકૂટ દર્શન અને સત્સંગ સભાનું આયોજન છે. આ સમગ્ર મહોત્સવ સદગુરુ પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં ઉજવાશે. જસદણની ધર્મપ્રેમી જનતાને આ આધ્યાત્મિક લ્હાવાનો લાભ લેવા સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.