જસદણ આટકોટ ના હનુમાન ખારચીયા પાસે બે કાર ટકરાતાં એક યુવતી નું મોત
જસદણ તાલુકાના આટકોટ હનુમાન ખારચીયા નજીક રવિવારે મોડી સાંજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બે કાર ધડાકાભેર અથડાઈ પડી હતી અને બન્ને વાહનોનો કડૂસલો બોલી ગયો હતો. આ દુર્ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણને ગંભીર ઇજા થતાં તમને સારવાર માટે ખસેડાયા છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. ખારચીયા પાસે બે કાર
અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં 30 વર્ષીય વૈશાલીબૅન નાથુભાઈ ભુત્યા નામની યુવતીનું મોત થયું છે.