error: This Content is protected !!

જસદણ તાલુકા ભાજપ ઉપ-પ્રમુખ છે વર્ષ માટે સસ્પેન્ડ અપક્ષ ઉમેદવારી નોંધાવતા જિલ્લા ભાજપની કાર્યવાહી

જનસંઘ વખતના ભાજપના જુના અને પીઢ આગેવાન રવજીભાઈ સરવૈયા પરિવારને ટિકિટ ન મળતા નારાજગી 

 

જસદણના ભાડલા જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જસદણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ (અટલ) સરવૈયાને પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ભાજપે આ બેઠક પર રમિલાબેન મુકેશભાઈ મેરને ટિકિટ આપી છે, જેની સામે નારાજગી દર્શાવી જયંતીભાઈએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને તેમના પત્નીને અપક્ષ તરીકે મેદાનમાં ઉતાર્યા છે.જનસંઘના સમયના જૂના અને પીઢ આગેવાન રવજીભાઈ સરવૈયાનો પરિવાર ભાજપથી નારાજ થયો છે. રવજીભાઈના પુત્રવધુ રમાબેન જયંતીભાઈ સરવૈયાએ ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ફોર્મ ભરતા પક્ષે આ આકરું પગલું ભર્યું છે.અત્યારે ભાડલા બેઠક પર સ્થાનિક સ્તરે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપના આ કડક વલણથી અન્ય અસંતુષ્ટ કાર્યકરોમાં પણ ફફડાટ ફેલાયો છે. જોવાનું એ રહેશે કે આ સસ્પેન્શન બાદ આગામી ચૂંટણીના પરિણામો પર તેની શું અસર પડે છે