error: This Content is protected !!

શ્રીઘેલા સોમનાથ દાદાને મોહિણી એકાદશીએ ભગવાન દ્વારકાધીશનો શણગાર કરાયૉ ભાવિકોએ રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લાભ લીધો

જસદણ નજીકના શ્રીઘેલા સોમનાથ મહાદેવ મંદિરે મોહીણી એકાદશીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મોહિણી એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુએ મોહિણી સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ તિથિ નિમિત્તે મંદિરના મુખ્ય પૂજારી હસુભાઈ જોષી દ્વારા શિવલિંગ પર ભગવાન દ્વારકાધીશનો અનુપમ શણગાર કરવામાં આવ્યો હતો જેનો ભાવિકોએ રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ લીધો હતો મહાદેવને ભગવાન શ્રી કૃષ્ણના મનમોહક સ્વરૂપે નિહાળી ભક્તો ભાવવિભોર બન્યા હતા