error: This Content is protected !!

મુંબઈ બાંન્દ્રા ફેમીલી કોર્ટમાં લગ્ન હકક ની અરજી જસદણ કોર્ટમાં ટ્રાન્સફર કરતી સુપ્રીમ કોર્ટ

મુંબઈના રહીશ જીગ્નેશભાઈ કિશોરભાઈ સલ્લાએ મુંબઈની બાંન્દ્રા ફેમીલી કોર્ટમાં હિન્દુ મેરેજ એકટની કલમ ૯ તથા ફેમીલી કોર્ટ એકટની કલમ ૭ તથા ધી હિંદુ એડોપ્શન એન્ડ મેન્ટેશનન્સ એકટ ૧૯૫૬ ની કલમ ૧૮, ૨૦ મુજબ લગ્ન હકક પુરાવા કરવા અને ચારીત્રયહિન સ્ત્રીને ભરણપોષણ ન મળે તેવી અરજી મુંબઈ ફેમીલી કોર્ટમાં કરેલ હતી. ત્યારબાદ સામાવાળાના વકીલ જયભાઈ અંબાણી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજદાર દ્વારા સામાવાળા સામે જે અરજી દાખલ કરેલ છે તે ફરીયાદ જસદણ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર અરજી દાખલ કરવામાં આવેલી તે અરજીમાં અને સામાવાળા જસદણ મુકામે રહેતા હોય અને જસદણ ફેમીલી કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલતો હોય જેથી સદરહુ અરજી જસદણ ફેમીલી કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરવામાં આવેલી હતી. તેમજ સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજુ કરેલ અને દલીલો સામાવાળાના વકીલ દ્વારા કરવામાં આવેલ હતી તે દલીલો અને રજુઆતો ધ્યાને લઈ નામદાર સુપ્રીમ કોર્ટે ઈન્ડિયા દ્વારા સામાવાળા ગાયત્રીબેનની સામે તેના પતિ જીગ્નેશભાઈ સલ્લાએ કરેલ અરજી મુંબઈ બાન્દ્રા કોર્ટમાંથી જસદણ ફેમીલી કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો હુકમ કરવામાં આવેલ છે. જેમાં સામાવાળાના વકિલ તરીકે સુપ્રીમ કોર્ટમાં જસદણના વકીલ જયભાઈ અંબાણી રોકાયેલ હતા.