error: This Content is protected !!

વાદળા બંધાયા છતા મેઘાએ શુકન ન સાચવ્યું ભીમ અગિયારસ કૉરી ધાકૉડ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા વાવણીલાયક વરસાદની કાગડોળે રાહ

સૌરાષ્ટ્ર કચ્છમાં કપાસ-મગફળીના આગૉતરા વાવેતર પર અસર વાદળા થાયછે પરંતુ વરસાદ વરસતો નથી ધરતીપુત્રૉ મુંજાયા માઠા વર્ષનૉ ભય

 

ખેડૂતો માટે વરસાદ માટે આશાનું પ્રતીક ગણાતી ભીમ અગિયારસ . આ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં વરસાદ વગર કોરી ગઈ છે. અષાઢ મહિનાની સુદ અગિયારસ એટલે કે ભીમ અગિયારસના દિવસે વરસાદ થાય તો ચોમાસું સારું રહે તેવી માન્યતા છે, પરંતુ આ વખતે મેઘરાજાએ દર્શન ન આપતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જામનગર, જુનાગઢ અને કચ્છ જિલ્લામાં ખરીફ વાવેતર માટે ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હજુ સુધી વાવણી લાયક ૩-૪ ઇચ વરસાદ ન પડતા કપાસ, મગફળી, બાજરી અને તલના વાવેતરનું કામ અટકી પડ્યું છે. આગોતરું વાવેતર કરનારા ધરતીપુત્રો મૂંઝવણમાં મુકાયા છે ખેડૂતોના જણાવ્યા મુજબ, ભીમ અગિયારસ સુધી વરસાદ થઈ જાય તો સમયસર વાવેતર થાય અને પાક સારો ઉતરે. પણ આ વખતે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું, પરંતુ એક પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ન નોંધાતા ખેડૂતોની ચિંતા વધી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છ પર કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી. આગામી ૨૭-૨૮ જૂનથી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, પરંતુ મુશળધાર વરસાદ માટે હજુ રાહ જોવી પડશે.થાય છે. જો આગામી ૮ દિવસમાં વરસાદ ખેડૂતો કહે છે કે “બિયારણ-ખાતર લઈને તૈયાર બેઠા છીએ. ભીમ અગિયારસે પણ વરસાદ ન આવ્યો એટલે હવે ચિંતા નહીં પડે તો કપાસનું વાવેતર મોડું થશે અનેઉત્પાદન પર અસર પડશે.” કચ્છના ખેડૂતો પણ દુષ્કાળની ભીતિ સેવી રહ્યા છે. ભૂગર્ભ જળ સ્તર નીચા ગયા છે અને ડેમોમાં પણ પાણી ઓછું છે. ખેડૂતઆગેવાનોએ સરકાર પાસે વરસાદ ખેંચાય તો સિચાઈનું પાણી અને વીમા યોજનાની માંગ કરી છે. દરરોજ વાદળા છવાય છે પરંતુ વરસાદ ન પડતા સૌ ચિંતીત છે.