જસદણ કે,જી,કૅ, ડાયમંડના ચેરમેન નવરતન મલજી કોઠારી ના જન્મદિનૅ બ્લડ કેમ્પ વૃક્ષારોપણ રક્ત તુલા સન્માન સહિતના કાર્યક્રમ યોજાયા
મંત્રી બાવળીયા સાધુ સંતો રાજકીય ઉધોગકીય શૈક્ષણિક વૈદકીય સામાજિક સેવાકીય સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા
જસદણની કોઠારી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શનિવારના રોજ ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જેમાં
કે.જી.કે. કંપનીના ચેરમેનશ્રી નવરતન મલજી કોઠારીનો જન્મદિવસ હોય તેમજ જસદણ સ્થિત કંપનીની સ્થાપનાના અંદાજીત ૨૭ વર્ષ પૂર્ણ થયેલ હોય જૅથી ભૉજન સન્માન વૃક્ષારોપણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ
જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા જસદણ - વિછીયા શહેર અને તાલુકામાંથી ઉદ્યોગપતિઓ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, શૈક્ષણિક આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પધારેલ. આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને સ્વામિનારાયણ મંદિરમાંથી પધારેલ સ્વામીજીના વરદહસ્તે આશિર્વચન આપી કાર્યક્રમનૅ ખુલ્લો મુકવામાં આવ્યો હતૉ પધારૅલ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન જસદણ કે.જી.કે. યુનિટના હેડ નીરજકુમાર શર્માજી કરૅલ તથા વેલકમ સ્પીચ અને અને પધારેલા મહાનુભાવ નુ શાબ્દિક પ્રવચન આપેલ અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને કે.જી.કે. કંપનીમાં વર્લ્ડ લેવલે મેન્યુફેક્ચરિંગ સંભાળતા એવા નીતિનકુમારજી દઢાની રક્ત તુલા કરવામાં આવી હતી આ પ્રસંગે નીતિનકુમાર એ કંપનીને આગળ વધારવા માટે માહિતી માર્ગદર્શન આપેલ અને આગામી સમયમાં કંપની કેવી રીતે ડેવલપ થશે તેની માહિતી માર્ગદર્શન આપેલ અને આ વિસ્તારના રત્નકલાકાર ભાઈઓ તેમજ પધારેલા મહેમાનોનો અભિવાદન કરેલ અને અને સૌને રક્તદાન કરવા માટે પણ અપીલ કરી હતી રક્તદાન કેમ્પમાં 137 બોટલ રકત ભૅગુ થયું હતુ કેબિનેટ મંત્રી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું થયું હતુ પધારેલા મહેમાન ઓઍ અને રત્નકલાકાર ભાઈઓ બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાન કરેલ. આ કાર્યક્રમમાં જસદણ વિછીયા શહેર તાલુકા ભાજપના તથા કોંગ્રેસ ના પ્રમુખો નગરપાલિકા પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ખોડલધામના ટ્રસ્ટી ઘેલા સોમનાથના ટ્રસ્ટીઓ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડિરેક્ટરો સહિત વિવિધ શ્રેણીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન જસદણ શહેર નોટરી & એડવોકેટ - પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવું હતું