error: This Content is protected !!

ચોટીલાથી પૂનમ ભરી પાછા આવતી વખતૅ રૉજડુ આડું આવતા અકસ્માત સર્જાયો કમળાપુર નું દંપતિ ખંડિત

આણંદ પર ચોકડીએ જસદણના દંપતીને અકસ્માત નડયો પતિનું મોત પત્નીને ઈજા થતાં સારવાર અપાઈ પરિવારમાં શોક

 

જસદણ ચોટીલા રોડ વચ્ચે ગતસાંજે બાઈક સ્લીપ થતા દંપતિને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં પતિનું ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. દંપતિ ચોટીલા પૂનમ ભરી કમળાપુર ઘરે પરત જતા હતા ત્યારે રસ્તામાં બાઈક આડે રોઝડું ઉતરતા સ્લિપ થવાથી અકસ્માત સર્જાયો હતો.બનાવની પ્રાપ્ત વિગત મુજબ જસદણના કમળાપુર ગામે રહેતા રમેશભાઈ વસ્તાભાઈ મીઠાપરા (ઉ.વ.૫૦)ના ગઈકાલે સવારે પત્ની શોભનાબેન (ઉ.વ.૪૭)ને બાઇકમાં બેસાડી ચોટીલા પૂનમ ભરવા માટે ગયા હતા ત્યાંથી સાંજે પરત ફરતી વખતે સાતેક વાગ્યે જસદણ ચોટીલા રોડ પર આણંદપર ચોકડી પાસે પહોંચતા રોડ ઉપરથી અચાનક રોઝડું પસાર થતા આધેડે બાઇકને બ્રેક મારતા સ્લિપ થઈ હતી. આથી દંપતિ રોડ પર પટકાતા માથા સહિતના ભાગે ઈજાઓ થઈ હતી. અકસ્માત જોતા પસાર થતા વાહન ચાલકો દોડી ગયા હતા અને ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આધેડને માથામાં વધુ પડતી ગંભીર ઈજા થતા સારવાર કારગત નીવડે તૅ પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોલડી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી, મૃતક રમેશભાઈ બે ભાઈ એક બહેનમાં નાના હતા અને સંતાનમાં એક પુત્ર પુત્રી છે, પોતે ખેતીકામ કરતા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.