error: This Content is protected !!

કૅબીનૅટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આવતીકાલે રાજકોટ પી.ડી.યુ.માં ‘નમો સ્વચ્છતા અભિયાન’માં જોડાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા રાજ્યમાં ૧થી ૭ જુલાઈ તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં ‘નમો સ્વચ્છતા અભિયાન

 

 રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવી આરોગ્ય સંભાળ અને ગુણવત્તામાં સુધારો લાવવા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યભરમાં ૧થી ૭ જુલાઈ નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ૧ જુલાઈએ ગાંધીનગરની જી.એમ.ઈ.આર.એસ. કોલેજ ખાતેથી આ અભિયાનનો રાજ્યવ્યાપી આરંભ કરાવશે. 

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં રાજકોટમાં આવતીકાલે એ સવારે ૮.૩૦ કલાકે પી.ડી.યુ. હોસ્પિટલ કેમ્પસમાં નર્સિંગ કોલેજ ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યો તેમજ જનપ્રતિનિધિઓ જોડાશે, તેમ જિલ્લા આરોગ્ય તંત્ર-રાજકોટની યાદીમાં જણાવાયું છે.