જસદણના કાનપરમા જાહેરમાં હારજીતનો જુગાર રમતા ૩ પત્તા પ્રેમીઓને આટકોટ પોલીસે ઝડપી પાડ્યા
જસદણ તાલુકાના કાનપર ગામે નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને આટકોટ પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી આટકોટ પોલીસે કાનપર ગામમા ન શરમાળીયા દાદા ના મંદિર પાસે રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સોને ઝડપી લીધા હતા
મળતી વિગતો મુજબ આટકોટ પોલીસે કાનપરગામે શરમળીયા દાદા મંદિર પાસે જાહેર જગ્યામાં રેઇડ કરી જુગાર રમતા જીતુભાઈ જાદવભાઈ સેરસીયા
ધંધો-ખેતી રહે-કાનપર કાળુભાઈ દેવસીભાઈ કડેવાલ ધંધો ખેતી રહે કાનપર તથા વિજયભાઈ રમેશભાઈ ખેરાડીયા ધંધો મજુરી રહે. કાનપર ગામે કાળુભાઈની વાડીએ શકશો પાસેથી રોકડા રૂા. ૧૦,૮૬૦ તથા ગંજીપા સાથે ઝડપી લઈ જુગારધારા ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી