error: This Content is protected !!

જમીન દફતર નિરીક્ષકની કચેરીનું વિકેન્દ્રીકરણ (ILR) કચેરીઑ જસદણ તથા વિંછીયા તાલુકા સેવા સદનમાં શરૂ

રી-સર્વે સુધારણા, જમીન માપણી નોંધ ફેરફાર પ્રોપર્ટી કાર્ડ હકચૉકસી એકત્રીકરણ સહિતની કામગીરી હવે ઘર આંગણે થશે રાજકોટ જવું નહીં પડે 

 

 ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવા તેમજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક કક્ષાએ ઉદ્ભવતા પ્રશ્નોનું આયોજનબદ્ધ રીતે ઝડપી નિરાકરણ લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન દફતર ખાતાની કામગીરી માટે લોકોને હવે જિલ્લાકક્ષાએ જવાના બદલે તેમના રહેઠાણની નજીક તાલુકાકક્ષાએ જ સેવા મળી શકે, જસદણ તથા વિછીયામાં તાલુકા સેવા સદન ખાતે કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે જિલ્લા જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ (District Inspector of Land Records) હેઠળની તમામ જગ્યાઓનું વિકેન્દ્રીકરણ કરીને તાલુકાકક્ષાએ 'જમીન દફતર નિરીક્ષક (ILR), વર્ગ-૨'ની કચેરીઓ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના હુકમથી રાજકોટ જિલ્લા માટે જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ની કચેરીના વડા અને સ્થળ નક્કી કરાયા છે. હવેથી જમીન દફતર ખાતાની રી-સર્વે સુધારણાને લગતી કામગીરી, જમીન માપણી, હક્ક ચોકસી, પ્રોપર્ટી કાર્ડ મેળવવા કે તેમાં ફેરફાર નોંધને લગતી તમામ કામગીરી તેમજ સ્વામિત્વ યોજના અને એકત્રીકરણ યોજનાને લગતી તમામ કામગીરી સ્થાનિક તાલુકામાં કરવામાં આવશે જૅમા જસદણ કમળાપુર રોડ પ્રથમ માળ, તાલુકા સેવા સદન, જસદણ.તથા 

વિંછીયા તાલુકા સેવા સદન, વિંછીયા ખાતૅ આ

 કચેરીઓ તા. ૦૧ જુલાઈ, ૨૦૨૬થી કાર્યરત થઈ ગઈ છે.